મોરબીના જીવાપર ગામે પુત્રીના લગ્ન પ્રસંગે ૨૫ મીએ રક્તદાન કેમ્પ

- text


મોરબી:મોરબીના જીવાપર(ચ.) ગામે આગામી ૨૫ મીએ કાલરીયા પરિવારની દીકરીના લગ્ન પ્રસંગે રક્તદાન કેમ્પનું પ્રેરણાત્મક આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી તાલુકાના જીવાપર(ચ.)ગામે દિનેશભાઇ મનજીભાઈ કાલરીયાના ઘરે દીકરીના લગ્નપ્રસંગે આગામી ૨૫મીએ સવારે ૮ કલાકે રક્તદાન કેમ્પ યોજાશે. આ કેમ્પ સ્વામિનારાયણ મંદિર બ્લડ બેન્કના સહયોગ થી યોજાનાર છે. રક્તદાતાઓને વ્યવસ્થાનાં ભાગરૂપે રસિકભાઈ કાલરીયા મો.નં. ૯૮૨૫૪ ૧૬૯૪૯, શૈલેષભાઇ કાલરીયા મો.નં. ૯૮૨૫૬ ૪૩૬૨૩ અને અરવિંદભાઈ કાલરીયા મો.નં. ૯૯૭૯૩ ૧૨૭૬૧ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text

- text