દિલ્હી પબ્લિક વર્લ્ડ સ્કૂલમાં બાળકો માટે ૭ મેં થી સમર કેમ્પ

- text


બાળકોને અવનવી પ્રવતીઓ કરાવવાં આવશે: વાલીઓ માટે ખાસ યોગા સેશન : ૨૩મીએ સમર કેમ્પનું સમાપન

મોરબી : મોરબીની દિલ્હી પબ્લિક વર્લ્ડ સ્કૂલ દ્વારા આગામી ૭ થી ૨૩ મેં સુધી સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ૩ થી ૧૫ વર્ષ સુધીના બાળકો માટે આયોજિત આ સમર કેમ્પમાં બાળકોને અવનવી ઇન્ડોર અને આઉટડોર પ્રવૃતિઓ કરાવવાંમાં આવશે.

મોરબીના વીરપર નજીક બા ની વાડી પાછળ આવેલી આંતરરાષ્ટ્રીય કક્ષાની શૈક્ષણિક સંસ્થા દિલ્હી પબ્લિક વર્લ્ડ સ્કૂલમાં આગામી ૭ થી ૨૩ મેં સુધી સવારે ૯થી ૧૨ દરમિયાન સમર કેમ્પ યોજાશે. જેમાં ૩ થી ૧૫ વર્ષ સુધીના બાળકો જોડાઈ શકશે.
સમર કેમ્પમાં બાળકોને બેડમિન્ટન, ટેબલ ટેનિસ, કેરમ, ચેસ, યોગા એન્ડ મેડિટેશન, જીમનાસ્ટિક અને જુડો જેવી ઇનડોર પ્રવૃતિઓ કરાવવમાં આવશે.

- text

આ ઉપરાંત બાળકોને સિઝન અને ટેનિસ ક્રિકેટ, લોન ટેનિસ, બાસ્કેટબોલ, ફૂટબોલ, કબડ્ડી, વોલીબોલ, સ્કેટિંગ, ખો ખો અને રાઇફલ શૂટિંગ જેવી આઉટડોર પ્રવૃતિઓ તેમજ મ્યુઝિક ,ડાન્સ, હુલા હુપ, સ્પીડ બોલ, મ્યુઝિકલ યોગા, મુવી ટાઈમ, આર્ટ એન્ડ ક્રાફટ, એરોબિક્સ, ડાર્ટસ, સલિંગ સ્લોટ, ગરબા અને સ્પોકન ઈંગ્લીશ જેવી એક્સ્ટ્રા પ્રવૃતિઓ પણ કરાવવામાં આવશે.

દિલ્હી પબ્લિક વર્લ્ડ સ્કૂલ દ્વારા વાલીઓ માટે તા. ૧૯ અને ૨૦ મેં ના રોજ ૭:૩૦ થી ૯ દરમિયાન નિઃશુલ્ક યોગા સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. સમર કેમ્પમાં બાળકો કોઈ પણ ૩ એક્ટિવિટીમાં ભાગ લઈ શકશે. સમર કેમ્પનું રજીસ્ટ્રેશન તા. ૪ મેં સુધીમાં કરાવવાનું રહેશે. વધુ વિગત માટે મો.નં. ૭૫૭૩૦ ૭૫૦૬૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text