મોરબીની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલમાં કાલથી ત્રણ દિવસ પુસ્તકમેળો

- text


મોરબી: મોરબીના ધુનડા ગામે આવેલી જાણીતી શૈક્ષણિક સંસ્થા વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આવતીકાલ થી ૨૩મી સુધી પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પુસ્તક મેળામા ૧૦ હજારથી વધુ પુસ્તકો પ્રદર્શનમાં મુકાશે.

- text

વિશ્વભરમાં ૨૩ એપ્રિલ ના રોજ વિશ્વ પુસ્તક દિવસ ની ઉજવણી થાય છે. જેમના ભાગરૂપે વિનય ઈનટરનેશનલ સ્કૂલ માં વિશ્વ પુસ્તક દિવસ ની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ત્રણ દિવસ તા. ૨૧ થી ૨૩ એપ્રિલ બૂક ફેર યોજાશે. જેમાં ૧૦૦૦૦ થી વધારે બૂક રાખવા માં આવી છે.
બાળકો ને ટુક સમય માં વેકેશન પડે છે તો વેકેશન ના સદુપયોગ માટે વિનય પરિવાર બધા ને બૂક ફેરનો લાભ લેવા માટે નિમંત્રણ પાઠવ્યું છે.

- text