મોરબીમાં કાલે યોજાનાર રસ્તા રોકો આંદોલન મોકૂફ

- text


પડતર પ્રશ્નોને લઈને આલાપ પાર્કના રહીશોએ આંદોલનની ચીમકી આપતા તંત્ર જાગ્યું : પ્રશ્ન ઉકેલવા ખાતરી અપાઈ

મોરબી: મોરબીના વર્ષો જુના પ્રશ્નોને લઈને આવતીકાલે સ્વાગત ચોકડી ખાતે રસ્તા રોકો આંદોલનનું એલાન આપવામાં આવતા જ તંત્ર હરકતમાં આવ્યું હતું અને પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપતા હાલ તુરત આ આંદોલન મોકૂફ રખાયું છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના સ્વાગત ચોકડી ખાતે રસ્તા રોકીને આલાપ પાર્કની આસપાસની સોસાયટીઓના રહીશો તંત્રની નીતિ સામે વિરોધ નોંધાવવા નક્કી કર્યું હતું અને આ મુદ્દે આજે કલેકટર તંત્ર સાથે આગેવાનોની બેઠક યોજાતા તમામ પ્રશ્નો ઉકેલવા તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી હતી.

- text

વધુમાં આગેવાનોએ જણાવ્યું હતું કે, પડતર પ્રશ્ન અંગે આલાપ પાર્કના રહીશોએ વખતો વખત તંત્રને રજુઆત કરી છે. ત્યારે તંત્રએ આ રજૂઆતને ગંભીરતા થી ન લઈને કોઈ પણ જાતની કાર્યવાહી કરી નથી. જેથી તંત્રની નીતિ સામે વિરોધ નોંધાવવા માટે આલાપ પાર્ક ની આજુબાજુ ના રહેવાસીઓ સ્વાગત ચોકડી ખાતે આવતીકાલે સવારે ૧૦ વાગ્યે રસ્તા રોકો આંદોલન કરવા ચીમકી આપી હતી.

જો કે, સોસાયટી ના આગેવાનો નગરપાલિકા.પોલીસ અને કલેકટર ને આવેદન પણ આપનાર હતા પરંતુ જિલ્લા કલેકટર સાથે આજે મિટિંગ યોજતા તંત્ર દ્વારા યોગ્ય કરવાની ખાતરી અપાતા હાલ તુરત આ આંદોલન મોકૂફ રાખ્યું હોવાનું તેમને જણાવ્યું હતું.

- text