આજે ચકલી દિવસ : મોરબી નજીકનો તપોવન આશ્રમ ચકલીઓના કલબલાટથી ગુંજતો રહે છે

- text


સંતે શરૂઆતમાં ૩ માળા મૂક્યા બાદ વધુ ને વધુ ચકલીઓ આવવા લાગી : આજે ૬૦ માળામાં ૨૦૦ ચકલીઓ કરે છે વસવાટ

મોરબી : મોરબીમાં લુપ્ત થવાને આરે પહોંચેલી ચકલીઓના પુનઃ વસવાટ માટે ઘણા સમયથી સક્રિય પ્રયાસો થઈ રહ્યા છે જે સફળ નીવડી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે મોરબી નજીક આવેલ તપોવન આશ્રમ માં સંતના સક્રિય પ્રયાસો થી ૨૦૦ ચકલીઓ વસવાટ કરી રહી છે સંતોના આ પ્રયાસ અન્ય લોકો માટે પ્રેરણારૂપ બની રહ્યો છે.

મોરબી શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ચકલી બચાવવાની જનજાગૃતિ ઉજળા પરિણામ લાવ્યું છે. ઘણા ઘરોમાં
ચકલીના માળા રખાતા ત્યાં ચકલીઓનો કલબલાટ ફરીથી ગુંજવા લાગ્યો છે .જોકે એક-બે નહિ પૂરી ૨૦૦ ચકલીઓનો પુનઃવસવાટ થયો હોય એવી ઘટના મોરબીના ઘૂંટુ ગામે આવેલા આશ્રમમાં બની છે. ઘૂંટુ ગામે આવેલા તાત્કાલિક હનુમાન મંદિરના તપોવન આશ્રમ માં સંત રામદાસ બાપુ છેલ્લા ૨૫ વર્ષથી રહે છે

- text

સંત રામદાસ બાપુએ વર્ષો અગાઉ ચકલીને બચાવવા માટે અભિયાન હાથ ધર્યુ હતું. શરૂઆતમાં તેમણે આશ્રમમાં, બાજુના વૃક્ષમાં તથા ઘર માં ત્રણ માળા મૂક્યા હતા. બાદમાં ધીરે ધીરે ચકલી આવવા લાગતા વધુને વધુ માળા મૂકવાનું શરૂ કર્યું હતું.આજે ૬૦ જેટલા માળા છે જેમાં ૨૦૦ જેટલી ચકલીઓ વસવાટ કરી રહી છે. રામદાસ બાપુ કહે છે કે ચકલીઓના કલબલાટ થી વાતાવરણ સુંદર રહે છે માટે લોકો ચકલીને બચાવવા પ્રયાસો કરતાં રહે તે જરૂરી છે.

- text