ટંકારામાં દિવ્યાંગો માટે યુડીઆઇડી કેમ્પ યોજાયો

- text


સમાજ સુરક્ષા વિભાગ આયોજિત કેમ્પમાં ૧૨૪ દિવ્યાંગોએ ભાગ લીધો

ટંકારા : દિવ્યાંગો વિધાર્થી માટે – (યુ.ડી.આઈ.ડી) યુનિક ડીસીબીલીટી આઈ કાર્ડ કેમ્પ સમાજ સુરક્ષા કચેરી મોરબી, તેમજ શિક્ષણ વિભાગ મોરબી દ્વારા સંયુક્ત આ કાર્યક્રમ ટંકારા બી.આર.સી ભવન ખાતે યોજાયેલ જેમા ૧૨૪ દિવ્યાંગોએ લાભ લીધો હતો.

આ કેમ્પમાં ટંકારા તાલુકાના કુલ ૯૨ દિવ્યાંગ વિધાર્થીના (યુ.ડી.આઈ.ડી) યુનિક ડીસીબીલીટી આઈકાર્ડનુ રજીસ્ટ્રેશન થયુ હતું જ્યારે ૩૨ અન્ય દિવ્યાંગ લાભાર્થીનુ રજીસ્ટ્રેશન થયુ છે, આમ કુલ ૧૨૪ દિવ્યાંગ લાભાર્થીનુ રજીસ્ટ્રેશન (યુ.ડી.આઈ.ડી) પોર્ટલ પર કરવા માટેની પ્રોશેસમા લીધુ હતું, આ કામગીરીમા બાળ સુરક્ષા વિભાગના સમીરભાઈ લઘડ તેમજ શિક્ષણ (સર્વ શિક્ષા અભિયાન) વિભાગના પુરોહિતભાઈ દ્વારા સ્થળ પર આયોજન કરવામા આવેલ હતું.

- text

જિલ્લાના સમગ્ર કાર્યક્રમના લાયઝન તરીકે સમાજ સુરક્ષા કચેરી મોરબીના પ્રોબેશન ઓફીસર એસ.વી. રાઠોડ ની આગેવાનીમા આ કેમ્પ નુ આયોજન હાથ ધરવામા આવેલ છે, જેથી દિવ્યાંગ લાભાર્થી, ખાસ કરીને દિવ્યાંગ વિધાર્થીઓ આ કાર્ડ થી વંચિત ન રહી જાય તે માટે આવા કેમ્પો નુ આયોજન થઈ રહયું છે.

ઉલ્લેખનીય છે કે આગામી તા. ૨૦/૨/૧૮, મંગળવાર ના રોજ મોરબી બી.આર.સી ભવન ખાતે કેમ્પ યોજાશે, જ્યારે તા. ૨૭/૨/૧૮ ને મંગળવારે હળવદ બી.આર.સી ભવન ખાતે યોજાશે.

 

 

 

- text