હળવદની ‘પ્રાપ્તિ’ એ સી.એ.ની પરીક્ષામાં ગુજરાતમાં પ્રાપ્ત કર્યું પ્રથમ સ્થાન

- text


સી.એ.ની પરીક્ષામાં ગુજરાત રાજ્ય લેવલે પ્રથમ નંબરે ઉત્તીર્ણ થતા છાત્રાનું સન્માન કરાયું

હળવદ : તાજેતરમાં જ સી.એ.ની લેવાયેલ પરીક્ષામાં હળવદની દીકરીએ બાજી મારી ભારતભરમાં ૧૩માં ક્રમે અને ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરવા બદલ બ્રાહ્મણની ભોજનશાળા ખાતે અભિવાદન સમારોહના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભારતમાં તેરમુ અને ગુજરાતમા પ્રથમ નંબર મેળવી હળવદનુ નામ ભારતમાં ગુજતુ કરનાર કુ.પ્રાપ્તિ પંચોલીનુ આજે હળવદ ખાતે અભિવાદન કરવામાં આવ્યું હતુ. હળવદના સામાન્ય પરિવારમાંથી મોટી થયેલ અને ગુજરાતી માધ્યમમાં પ્રાથમિક શિક્ષણ મેળવી અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરેલ હોઈ જેથી હળવદ તાલુકામાં દરેક સમાજ અને વર્ગના લોકોમાં અનોખો ઉત્સાહ જોવા મળેલ અને કુ.પ્રાપ્તિ પંચોલીને સોશ્યિલ મીડિયામાં પણ હજારો લોકોએ અભિનંદન પાઠવ્યા છે. ત્યારે અભિવાદન સમારોહમાં દરેક સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓએ ઉમળકાભેર સ્વાગત અને સન્માન કર્યું હતું. આ સન્માન સમારોહમા પ્રાપ્તિને પરંપરાગત સંસ્કૃતિ પ્રમાણે પાઘડી બાંધી અને સન્માન કરવામાં આવ્યું હતું.

- text

આ કાર્યક્રમમાં કુ.પ્રાપ્તિના પરિવારને ઉપસ્થિત સૌ લોકોએ દીકરીને ઉચ્ચશિક્ષણ દરમિયાન સાથ સહકાર અને પ્રોત્સાહન આપવા બદલ બિરદાવ્યા હતા. આ અભિવાદન સમારોહમાં રાજકીય તેમજ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

- text