મોરબીના બંધુનગર નજીક ત્રણ બોટલ દારૂ સાથે એક ઝડપાયો : એક નાસી છૂટ્યો

- text


મોરબી : મોરબીના બંધુનગર નજીક તાલુકા પોલીસે વિદેશી દારૂની ત્રણ બોટલ લઈને પસાર થતા મોટર સાયકલ સવારને ઝડપી લીધો હતો જો કે એક શખ્સ નાસી છૂટ્યો હતો.

- text

જાણવા મળ્યા મુજબ બંધુનગર નજીક મોરબી તાલુકા પોલીસે પવનસુત હોટલની બાજુના રોડ પરથી મહેન્દ્રભાઈ રમેશભાઈ મકવાણા(ઉ.૧૮) રહે- જુના ઢુવા અને અનીલ ઉર્ફે રાહુલ કરશનભાઈ સોલંકી રહે પીપળીયા ગામ પોતાના મોટર સાઈકલ જીજે ૩૬ સી ૯૭૧૪ સાથે નીકળતા શંકાસ્પદ હાલતમાં જણાતા મોરબી તાલુકા પોલીસે મોટર સાઈકલ ઉભું રખાવી તલાસી લેતા વિદેશી દારૂની બોટલ નંગ-૩ કીમત રૂ.૯૦૦ ની હેરાફેરી કરતા ઝડપાઈ ગયા હતા.
જો કે મહેન્દ્રભાઈ રમેશભાઈ મકવાણાને વિદેશી દારૂની બોટલ તથા મોટર સાઈકલ કીમત રૂ.૩૫૦૦૦ ને જપ્ત કરી કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી પરંતુ અનીલ ઉર્ફે રાહુલ નાશી જતા પોલીસે તેને ઝડપી લેવા ચકોગતિમાન કર્યા છે.

ફાઈલ ફોટો

- text