મોરબી શાકમાર્કેટ પાછળ ગટરના ગંદા પાણી પ્રશ્ને ત્રાહિમામ વેપારીઓનો પાલિકામાં મોરચો

- text


છેલ્લા ઘણા સમયથી ગંદકી અને દુર્ગંધ સહન કરતા વેપારીઓની આક્રમક રજુઆત બાદ ત્વરિત ઉકેલની ખાતરી આપતા ચીફ ઓફિસર

મોરબી : મોરબી શાકમાર્કેટ પાછળના ભાગે ગટરના ગંદા પાણી ઉભરાવાને કારણે વેપારીઓની હાલત અત્યંત દયનિય બની છે ત્યારે રોષે ભરાયેલા વેપારીઓ આ મામલે આજે નગરપાલિકાએ દોડી જતા ચીફ ઓફિસરે ઘટતું કરવાની ખાતરી આપી હતી.

- text

એક તરફ ગુજરાત સહિત સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાનના ગૂંગણ ગવાઈ રહ્યા છે ત્યારે મોરબીમાં આથી તદ્દન વિપરીત પરીસ્થિતિમાં વેપારીઓ ગંદકી અને રબડી રાજ વચ્ચે વેપાર ધંધા કરવા પડે તેવી સ્થિતિ નિર્માણ થતા આજે ધીરજ ગુમાવી બેઠેલા વેપારીઓ વેપાર ધંધા છોડી રજુઆત માટે નગરપાલિકા કચેરીએ દોડી ગયા હતા.

જો કે રોષે ભરાયેલા વેપારીઓનો ગુસ્સો જોતા ચીફ ઓફિસર દ્વારા દરેક રજુઆત કર્તાઓની જેમ વેપારી મંડળને પણ ત્વરિત ઉકેલની ખાતરી આપતા હાલ તુરત વેપારીઓએ સંતોષ માન્યો હતો.

- text