રાજપર તાલુકા શાળામાં વર્ષિકોત્સવ ઉજવાયો

- text


મોરબી : મોરબી જિલ્લા પંચાયત સંચાલિત રાજપર તાલુકા શાળામાં નવા વર્ષની વધાવવા વેલકમ ૨૦૧૮ કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાયો હતો જેમાં શાળાના બાળકોએ ઉમંગભેર ભાગ લઈ અવનવી કૃતિઓ રજુ કરી હતી.

મોરબી જિલ્લા પંચાયત સંચાલિત રાજપર તાલુકા શાળાનો વાર્ષિકોત્સવ વેલકમ ૨૦૧૮ યોજાયો હતો જેમાં કારોબારી સમિતિના અધ્યક્ષ કિશોરભાઈ ચીખલીયા, બાંધકામ સમિતિના ચેરમેન રેખાબેન તેમજ ઉદ્યોગપતિઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

- text

આ તકે શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં અભિનય સાથે દેશભક્તિગીત, નૃત્ય, રાસ, ઊર્મિગીતો, ડાન્સ, પ્રેરણાત્મક નાટકો, અને વક્તવ્ય સહિતના કાર્યક્રમ રજુ થયા હતા.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ગામના આગેવાનો, નવજીવનગૃપના સભ્યો, ગ્રામપંચાયતના સદસ્યો તેમજ શાળાના આચાર્ય દિનેશભાઇ ભેંસદડીયા સાહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

- text