મોરબી શક્તિ પ્લોટની પોસ્ટ ઓફીસ પૂન: શરૂ કરવા ઉચ્ચ કક્ષાએ રજુઆત

- text


મોરબી : તાજેતરમા મોરબી શનાળા રોડ પર શક્તિ પ્લોટ ખાતે આવેલ પોસ્ટ ઓફીસ બંધ કરવામા આવેલ છે. જેના પરિણામ સ્વરૂપે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાથી સામાજિક કાર્યકર નિર્મિતભાઈ કક્કડ દ્વારા રાજ્યના ચીફ પોસ્ટ માસ્તર જનરલને લેખિત રજુઆત કરી સત્વરે આ પોસ્ટ ઓફીસ પુનઃ શરૂ કરવા માંગણી કરી છે.

મોરબીને ૨૦૧૪ મા જીલ્લો જાહેર કરવામા આવ્યો છે તો જીલ્લા કક્ષાએ આંતરમાળખાકીય સુવિધાઓ વધવી જોઈએ પરંતુ મોરબીમા તો આંતર માળખાકીય સુવિધાઓ ઘટી રહી છે. આપને વિદીત થાય કે મોરબી શહેરની મુખ્ય પોસ્ટ ઓફીસ જે ત્રિકોણ બાગ ખાતે આવેલ છે ત્યા પહેલી થી જ એટલી ભીડ જોવા મળે છે હવે આ પોસ્ટ ઓફીસ બંધ થતા લોકોએ ના છુટકે મુખ્ય પોસ્ટ ઓફીસ પર જવુ પડે છે જેનાથી ભીડમા વધારો થઈ રહ્યો છે. તેનાથી સમય શક્તિ અને નાણા નો વ્યય થઈ રહ્યો છે તેમજ ત્યાના કર્મચારીઓનો પણ કાર્યભાર વધી રહ્યો છે.

આપને જણાવવાનુ કે શક્તિ પ્લોટ ખાતે છેલ્લા ઘણા વર્ષોથી પોસ્ટ ઓફીસ કાર્યરત છે અને બહોળી સંખ્યામા લોકો તેની સેવાનો લાભ રહ્યા છે તો તેને અચાનક બંધ કરવાનો શુ અર્થ??

- text

મોરબી ઔદ્યોગીક રીતે વિકસીત શહેર છે તેમા મોરબીના સ્થાનિક ઉપરાંત પરપ્રાંતિય લોકો બહોળી સંખ્યામા રહે છે જેઓ ને સતત પોસ્ટની સેવાની જરૂર રહે છે. તંત્ર દ્વારા આ પોસ્ટ ઓફીસ બંધ કરતા લોકોને ના છુટકે ત્રિકોણ બાગ ખાતે આવેલ મુખ્ય ઓફીસ પર જવુ પડે છે જ્યા સવારથી જ લોકોની લાંબી લાઈનો લાગેલ હોય છે. આપને વિનંતી કે આપ મોરબી મુખ્ય પોસ્ટ ઓફીસની જાત તપાસ કરી ત્યાની ભીડનુ નિરિક્ષણ કરવા પણ રજુઆતમાં જણાવ્યું છે.

રજુઆતને અંતે શક્તિ પ્લોટ શનાળા રોડ ખાતે આવેલ પોસ્ટ ઓફીસ પૂન: શરૂ કરાવશો. જો તેમ ન થઈ શકે તો રવાપર રોડ અથવા શનાળા રોડ પર અન્ય વૈકલ્પિક જગ્યા એ પોસ્ટ ઓફીસ કાર્યરત કરાવશો અને લોકો ની સુવિધા વધારતા આ ભગીરથ કાર્ય મા સહભગી બનશો તેવી હકારાત્મક તેમજ ત્વરિત પગલાની માંગણી નિર્મિતભાઈ કક્કડ દ્વારા ઉઠાવવામાં આવી હતી.

 

- text