ઇજાગ્રસ્ત દિવ્યાંગ મહિલાની સારવાર સુશ્રુસા કરતા ટંકારાના સેવાભાવી યુવાનો

- text


વાપી તરફના અજાણ્યા દિવ્યાંગ મહિલાના પરિવારજનોનો પતો આપવા અપીલ

ટંકારા : ટંકારા – મિતાણા વચ્ચે કોઈ અજાણ્યા વાહન ચાલકે એક દિવ્યાંગ મહિલાને અડફેટે લઈ ઇજા પહોંચાડતા ટંકારાના સેવાભાવી યુવાનો દ્વારા માનવતા મહેકાવી આ અજાણ્યા મહિલાની સારવાર સુશ્રુષા કરવામાં આવી રહી છે.

જાણવા મળ્યા મુજબ ટંકારા અને મિતાણા વચ્ચે દિવ્યાંગ મહિલા કે જે પ્રથમ દ્રષ્ટિએ માનસિક સંતુલન ગુમાવી બેઠા હોય તેવું જણાઈ રહ્યું હોય ટંકારાના સેવાભાવી યુવાન બીપીનભાઈ પ્રજાપતિ, ટીનાભાઈ કક્કડ અને યોગીભાઈએ આ ઇજાગ્રસ મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડયા હતા પરંતુ ઇજા વધારે હોય તબીબોએ ઓપરેશન કરવું પડે તેમ જણાવતા હાલ આ મહિલાને મોરબી ખસેડી તેમની દેખભાળ લેવામાં આવી રહી છે.

- text

વધુમાં આ દિવ્યાંગ મહિલા વાપી તરફના હોવાનું જણાવી રહ્યા છે અને શુદ્ધ ગુજરાતી બોલે છે અને પોતાનું નામ ક્લાવંતીબેન મહેશભાઈ પટેલ જણાવી રહ્યા છે જેથી કોઈ વ્યક્તિ જો આ મહિલાના સાગા સંબંધીને ઓળખાતા હોય તો મો.૯૮૨૫૬ ૩૦૭૭૮ ઉપર બીપીનભાઈ પ્રજાપતિનો સંપર્ક સાધવા અપીલ કરવામાં આવી છે.

- text