હળવદમાં વિધાનસભાની ચૂંટણીના સંદર્ભે 868 સામે અટકાયતી પગલા

- text


હળવદ પોલીસ દ્વારા સીઆરપીસી – 151 મુજબ 543 તેમજ પ્રોહી-93ના 15 જેટલા કેસો નોંધાયા: અગાઉ ગુન્હા સબંધીત 325 કેસ

રાજયમાં યોજાનાર આગામી વિધાનસભાની ચૂંટણીના અનુસંધાને હળવદ પોલીસ સ્ટેશનમાં અગાઉના ગુન્હા સબંધે 325 સામે અટકાયતી પગલા તેમજ સીઆરપીસી -151 મુજબ 543 શખ્સો સામે અટકાયતી કાર્યવાહી સહિત પ્રોહિ-93ના આશરે 15 જેટલા કેસો નોંધાયા છે જેની કામગીરી ચુંટણી સુધી કરવામાં આવશે.
પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ ચુંટણી સંદર્ભના બહાર પડેલા જાહેરનામાના આધારે હાલમાં પરવાના વાળા તમામ હથિયારો જમા કરવામાં આવ્યા છે ઉપરાંત અગાઉ ગુન્હા સંબંધીત 110 ઈજીના 325 સામે અટકાયતીના પગલાં લેવાયા છે તો સાથોસાથ સીઆરપીસી-151 હેઠળ 543 શખ્સો સામે અટકાયતી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તો બીજી તરફ દારૂની પ્રવૃતિ ડામવા માટે દારૂબંધીના કેસો તેમજ પ્રોહિ-93ના અંદાજિત 15 જેટલા કેસો કરવામાં આવ્યા છે. ગુજરાત રાજ્યમાં આવનારી આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ કામગીરી ચૂંટણી સુધી ચાલનારી હોવાથી હળવદ પીઆઈ બી.ટી. વાઢીયા દ્વારા તમામ આઉટ પોસ્ટના કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલને આ કામગીરી સોંપવામાં આવી હતી. જેમાં પીએસઆઇ ચંન્દ્રકાન્ત શુકલ, મહિલા પીએસઆઇ એલ.બી.બગડાના માર્ગદર્શન હેઠળ ચરાડવા આઉટ પોસ્ટના હે.કો. વી.આર.વધેરા, હે.કો.મનુભાઈ ડાંગર, કેશુભાઈ બાવળીયા, હરીશભાઈ ચાવડા, સલીમભાઈ મકરાણીએ આ કામગીરી ચલાવી રહ્યા છે જયારે હળવદ પોલીસ તેમજ ચરાડવા આઉટ પોસ્ટ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.

- text

- text