ગરવા ગિરનારની લીલી પરિક્રમામાં મોરબી જિલ્લાના સેવા કેમ્પોની સુવાસ

- text


મોરબીના કેશવાનંદ આશ્રમ અને ધ્રોલના આંબાભગત દ્વારા અન્નક્ષેત્ર સહિતની સુવિધાઓ

ટંકારા : ગરવા ગિરનારની ગોદમાં યોજાયેલ લીલી પરિક્રમામાં મોરબી જિલ્લાના ત્રણ ત્રણ સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પની સુવાસ ફેલાવામાં આવી હતી.
પાવનકારી ગિરનારની લીલી પરિક્રમાનો મહિમા અપરંપાર છે સામાન્ય રીતે અગિયારસથી પરિક્રમા શરૂ થતી હોય છે પરંતુ ઉતાવળ શ્રદ્ધાળુઓ દ્વારા અગિયારસ પૂર્વે જ પરિક્રમા કરી લેવામાં આવે છે ઓન સાલ સત લાખ જેટલા શ્રદ્ધાળુઓએ ઉતાવળી પરિક્રમા કરી હતી તો દેવદિવાળીએ દરવાજા ખુલ્યા બાદ ત્રણેક લાખ લોકોએ પરીક્રમાં કરી હતી.

- text

પરિક્રમા દરમિયાન જય જય ગિરનારીના નાદ સાથે મોરબી રવાપરના કેશવાનંદ આશ્રમ,ધ્રોલ આંબભગતની જગ્યા દ્વારા સેવાની સુવાસ ફેલાવી સેવા કેમ્પ ખોલવામાં આવ્યા હતા જેમાં ચા,પાણી,નાસ્તા સહિતની સુવિધા પદયાત્રિકોને પુરી પાડવામાં આવી હતી.
કુદરતી ઝરણાં,ઝાડ,પહાડો વચ્ચે કુદરતના ખોળે અબલ વૃદ્ધથી લઈ ગોઠણભેર ચાલતા લોકોએ પણ આ અદભુત યાત્રાનો લ્હાવો લીધો હતો અને અનેક સેવા કેમ્પો વચ્ચે મોરબીના ત્રણ કેમ્પોમાં ભારે ભીડ જોવા મળી હતી.

- text