ઉમા રેસિડેન્સીમાં વિજ પોલ તૂટતા બાઇકનો ભુક્કો

- text


પાણીની લાઈનનું કામ કરી રહેલા કોન્ટ્રાક્ટરના માણસોની બેદરકારી છતી થઈ

મોરબી : મોરબીના બાયપાસ રોડ ઉપર દુર્લભ પાર્ટી પ્લોટ પાછળ આવેલ ઉમા રેસિડેન્સી માં આજે પાણીની લાઈન માટે ખોદકામ કરી રહેલા મજૂરોની બેદરકારીથી વિજપોલ ધડામ દઈને તૂટતાં બાઈકનો બુકડો બોલી ગયો હતો.
જાણવા મળતી વિગતો મુજબ ઉમા રેસીડેન્સીમાં બપોરના સમયે પાણીની લાઈન નાખવા માટે ખોદકામ કરી રહેલા મજૂરોએ વિજપોલ નજીક ખોદકામ કરી નાખતા થાંભલો ધડામ કરીને બાઇક પર ખાબક્યો હતો.
જો કે બપોરના સમયે આ ઘટના ઘટી હોય લોકોની અવર જવર નહોવાથી મોટી દુર્ઘટના થતા સહેજમાં અટકી હતી.

- text

- text