ટંકારામાં પણ કોંગ્રેસનું વિરોધ પ્રદશન : રસ્તો ચક્કાજામ કર્યો

- text


ટંકારા : રાહુલ ગાંધી ઉપર ધાનેરામા થયેલ હુમલાના વિરોધમા ટંકારામા કોંગે઼સે હાઈવે ઉપર ઍકઠા થઈ ભાજપ વિરૂધ્ધ સુત્રોચ્ચાર કરી હાઈવે પર ચક્કાજામ કયોઁ હતો.અને ભાજપના પુતળાનુ દહન કરવાનો પ઼યાસ કયોઁ હતો.જોકે,પોલીસે અગમચેતી વાપરી કોંગે઼સી કાયઁકરો વધુ વિફરે ઍ પહેલા કુનેહ વાપરી અટક કરી હતી.

- text

ટંકારા ખાતે લતીપર ચોકડી ઉપર કોંગે઼સપક્ષ દ્વારા ધાનેરામા પુરપિડીતોને શાંત્વના પાઠવવા દિલ્હીથી આવેલા કોંગે઼સના રાષ્ટિૃય ઉપપ઼મુખ અને કોંગે઼સના યુવરાજ રાહુલ ગાંધી ઉપર થયેલા હુમલાના વિરોધમા હાઈવે ઉપર કોંગી અગ઼ણી મહેશ રાજકોટીયાની આગેવાની હેઠળ ધસી આવીને ભાજપ વિરૂધ્ધ સુત્રોચ્ચાર કરીને હાઈવે ચક્કાજામ કયોઁ હતો.કાયઁક઼મના પ઼ારંભે ભાજપ સરકારને લોકશાહીના ભક્ષક ગણાવતા નારા લગાવી સુત્રોચ્ચાર અને બેનર દ્વારા ભાજપ ભગાવો લોકશાહી બચાવોના નારા લગાવ્યા હતા.અને ભાજપપક્ષને સતાલાલચુ ગણાવ્યો હતો.આતકે,કોંગે઼સ દ્વારા ભાજપનુ પુતળાદહન કરવાનો પ઼યાસ કયોઁ હતો.જોકે,સ્થાનિક પોલીસને અગાઉથી ગંધ આવી ગઈ હોયઍમ કાયઁક઼મ સ્થળે પળવારમા સબ ઈન્સપેકટર ધમિઁષ્ઠાબેન ગોસ્વામી પોલીસ પલટન સાથે ધસી આવ્યા હતા.અને પોલીસે જી.પં.ના સભ્ય મહેશ રાજકોટીયા,મુકેશ ગામી,તાલુકા પંચાયત પ઼મુખ ભુપેન્દૃ ગોધાણી,યુથ કોંગી પ઼મુખ પરેશ ઉજરીયા,જીલ્લા કાયાઁલય મંત્રી કાંતિલાલ બાવરવા,રમેશ રાઠોડ,તા.પં.ઉપપ઼મુખ જીવણસિંહ ડોડીયા સહિતના ૨૩ કાયઁકરોની અટક કરી જામીન મુકત કયાઁ હતા.

 

- text