ટંકારામાં દુષિત પાણીના વિતરણ : રોગચાળાનો ભય

- text


ટંકારા : મેઘરાજાઍ સમગ્ર રાજયમા અનરાધાર હેત વરસાવી ચોતરફ પાણી પાણી કરી દીધુ છે. પરંતુ ટંકારામા મુશળધાર વરસાદ પછી પિવાના પાણી મામલે ઉલટીગંગા વહી રહ્યા જેવો તાલ ચાલુ થયો હતો.હાલમા પિવાનુ પાણી પ઼જાજનોને બે દિવસે મળી રહ્યુ છે.અને ઍ પણ પિવા લાયક તો નથી પરંતુ વાપરવામા પણ કામ ન આવે ઍટલુ ડહોળુ વિતરણ કરાય રહ્યુ છે.જોકે, ઉપરવાસમા પડેલા અનારાધાર વરસાદથી કેનાલોનુ ધોવાણ થતા દુષિત પાણી ભળી જવાથી ડહોળુ પાણીની સમસ્યા ઉભી થઈ છે.

ટંકારા સહિત સમગ઼ રાજયમા મેઘરાજાઍ દે ધનાધન કરીને અનરાધાર હેત વરસાવી ચારે કોર પાણી પાણી કરી દીધુ છે.બધેથી મેઘરાજાને ખમૈયા કરવા પોકારો પડી રહ્યા છે.ત્યારે ટંકારામા મુશળધાર પાણી પડયા પછી પણ પિવાના પાણી મામલે ઉલટીગંગાનો પ઼વાહ વહેતો રહેવાનુ રાબેતા મુજબ ચાલુ છે.અતી વરસાદ પછી પણ પ઼જાનો પીવાના પાણીનો ગોકિરો શાંત થયો નથી.હાલમા પણ અગાઉની જેમ જ દર બે દિવસે પિવાનુ પાણી નિયમીત રીતે અનિયમીત વિતરણ કરવાનો સિલસીલો બરકરાર છે.અનિયમિતતાતો પ઼જાને કોઠે પડી ગઈછે.પરંતુ અતિ વરસાદ પછી પિવાનુ વિતરણ થતુ પાણી લોકોના ઘરે નળમા અતી ડહોળુ આવી રહ્યુ છે.આ પાણી પીવાલાયક તો નથી.પરંતુ પ઼જાને વાપરવામા પણ પોતાના વાસણ,કપડા સ્વચ્છ થવાના બદલે ગોબરા થવાની બીક લાગે છે.અતિ ડહોળા પાણી વિતરણથી લોકોમા પિવાના પાણીપ઼શ્ર્ને કાળો કકડાટ ફેલાયો છે.ઘરેલુ પાણીને શુધ્ધ કરવા લોકો ફટકડી સહિતના ઘરેલુ પ઼યોગો કરવા છતા ડહોળ નીચે બેસતો નહોવાથી જનજીવન પીવાના પાણી મામલે ભારે ચિંતીત બન્યુ છે.શહેરના પેટાળમા કયાય મીઠુ અને શુધ્ધ પાણી નહોવાથી લોકોને ગ઼ામપંચાયત દ્વારા વિતરીત થતા નમઁદાના નીર ઉપર આધારીત રહેવા સિવાય છુટકો નથી.

- text

કેનાલમા ગંદકી ભળતા પરિસ્થિતી વણસી છે : સરપંચ
આ અંગે સરપંચ નિશાબેન ત્રિવેદીનો સંપકઁ કરતા તેઑના જણાવ્યા પ઼માણે શહેર નમઁદા આધારીત છે.હાલમા,વરસાદથી નમઁદાની કેનાલો ચારે કોર તુટી પડવાથી કેનાલમા ભંગાણ થવાથી ઉપરથી જ ડહોળુ પાણી આવી રહ્યુ છે.જયા સુધી સ્થિતી સુધરીને પૂવઁવત ન થાય ત્યા સુધી સહન કયાઁ સિવાય છુટકો નથી.કારણકે આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી.

- text