રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસની મોરબીમાં અનોખી ઉજવણી

- text


યંગ ઇન્ડિયા ગ્રુપ અને વિજય રૂપાણી ફેન કલબ દ્વારા ગરીબ-પછાત વર્ગના બાળકોને હરવા-ફરવા-જમવાની મોજ કરાવાશે

મોરબી : રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મ દિવસની મોરબી ખાતે અનોખી ઉજવણી કરી ગરીબ,પછાતવર્ગના બાળકો અને દિવ્યાન્ગો ને આજે અહીંના દેવ ફનવર્લ્ડ ખાતે હરવા ફરવાની માજા કરાવી બાદમાં ભરપેટ ભોજન કરાવવામાં આવશે
યંગ ઇન્ડિયા ગ્રુપ અને શ્રી વિજય રૂપાણી ફેન ક્લબ દ્વારા ગુજરાત ના માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ નિમિતે યંગ ઇન્ડિયા ગ્રુપની પરંપરા અનુસાર જન્મદિવસ ની અનોખી ઉજવણી ના “આપવાનો આનંદ ” કાર્યક્રમ હેઠળ મોરબી વિસ્તારની પછાત વિસ્તાર ની સરકારી શાળાના તથા દિવ્યાંગ બાળકોને સામાજિક સમાનતા કેળવાય અને બાળકોમાં જીવનશેલી ની સમજણ સાથે આંનદ ની અનુભૂતિ કરી શકે તેવા ઉમદા હેતુથી તા.૨/૮/૧૭ ના રોજ 4 વાગ્યાથી સાંજ સુધી બધા બાળકોને રમતા..રમતા..જમાડવાનો કાર્યક્રમનું આયોજન કરેલ છે.

- text

- text