મચ્છુ-2 ડેમમાં પાણીની આવક વધી : 9 દરવાજા 4 ફુટ ખોલાયા

- text


મચ્છુ-1, ડેમી-1 અને બ્રાહ્મણી-1 ડેમ ઓવરફ્લો ચાલુ : તમામ જળાશયોમાં પાણીની ધીંગી આવક

મોરબી : ઉપરવાસ પડેલા સારા વરસાદને કારણે મોરબી જિલ્લાના તમામ જળાશયોમાં પાણીની ધીંગી આવક ચાલુ રહેતા મચ્છુ-1 ઓવરફ્લો થી રહ્યો છે તો મચ્છુ-2ના 9 દરવાજા ચાર ફુટ ખુલ્લા રાખવામાં આવ્યા છે.
મોરબી જિલ્લામાં ગઈકાલે રાત્રે પડેલા જોરદાર વરસાદ ઉપરાંત ઉપરવાસમાં સારા વરસાદને કારણે આજે ફરીથી મચ્છુ1 ડેમ .23 મીટર થી ઓવરફ્લો થી રહ્યો છે અને મચ્છુ2 ડેમના 9 દરવાજા ચાર ફુટ ખુલ્લા રાખવા પડ્યા છે જેને પગલે મચ્છુ નદીમાં 22000 કયુસેક પાણી આવી રહ્યું છે.

વધુમાં મચ્છુ1 અને 2 માંથી પાણીનો પ્રવાહ છોડવામાં આવતા મચ્છુ3 ડેમના છ દરવાજા 4.5 ફુટ ખોલવા પડ્યા છે જેમાંથી 22692 કયુસેક પાણી વહી રહ્યું છે.

- text

જિલ્લાના અન્ય ડેમની સ્થિતિ જોઈએ તો ડેમી1 0.33 મીટરે ઓવરફ્લો ચાલુ છે.ડેમી2ના 11 દરવાજા 5 ફુટ ખોલવામાં આવ્યા છે.આ ઉપરાંત ડેમી3 ના 7 દરવાજા 3 ફુટ ખુલ્લા રાખવામાં આવ્યા છે.જયારે બ્રાહ્મણી 1 ડેમ 6 સેન્ટિમીટર ઓવરફ્લો ચાલુ છે અને બ્રાહ્મણી 2 ડેમના 2 દરવાજા અડધો ફુટ ખુલ્લા રખાયા છે.
જયારે ઘોડાદ્રોઈ ડેમનો 1 દરવાજો અડધો ફુટ ખુલો રાખવામાં આવ્યો હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

- text