મોરબી, ટંકારા અને વાંકાનેરમાં દે..ધના..ધન : બે થી ચાર ઇંચ વરસાદ

- text


મોડી રાત્રે મેઘરાજાએ ટ્વેન્ટી-ટ્વેન્ટી મેચની જેમ સટા-સટી બોલાવી

મોરબી : મોરબી શહેર અને જિલ્લામાં મોડીરાત્રે મેઘરાજાએ દે…ધના…ધન…બે થી ચાર ઈચ્છા જેટલો વરસાદ વરસાવતા ઠેર ઠેર પાણી ભરાયા હતા અને ભારે વરસાદને કારણે શહેર જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરી દેવાઈ છે જોકે મેઘરાજાના ટ્વેન્ટી-ટ્વેન્ટી જેવા રાઉન્ડમાં હળવદ કોરું ધાકોળ રહ્યું હતું.

- text

મોરબી જીલ્લા ફ્લડ કંટ્રોલરૂમના સત્તાવાર આંકડા મુજબ ગઈકાલે મોડીરાતથી આજે સવારે 6 વાગ્યા સુધીમાં મોરબીમાં 52મીમી, ટંકારામાં ધોધમાર 89 મીમી, વાંકાનેરમાં 80 મીમી, માળીયામાં 11મી વરસાદ નોંધાયો હતો જોકે હળવદમાં જરા પણ વરસાદ પડ્યો નહોવાનું સત્તાવાર સૂત્રોએ ઉમેર્યું હતું.
દરમિયાન રાત્રે ટ્વેન્ટી- ટ્વેન્ટી મેચ જેવી ધુઆધાર વરસાદી ઇનિંગ્સ રમ્યા બાદ સવારે 6 વાગ્યાથી સમગ્ર જિલ્લામાં મેઘરાજાએ ટી બ્રેક લીધો હતો.

- text