મોરબીના મચ્છુ 2 ડેમમાં પાણીની આવક ફરીથી વધી : 12 દરવાજા 3 ફૂટ ખોલાયા

- text


મોરબી : મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમમાં આજે ફરીથી પાણીની આવક વધતા ડેમના 12 દરવાજા 3 ફૂટ ખોલવાની ફરજ પડી હતી. મચ્છુ 1 ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમમાં પાણીની આવક થતા મચ્છુ 1 ડેમ 1.5 ફૂટે ઓવરફ્લો થતા આ ડેમનું પાણી મચ્છુ 2 માં આવતા ડેમના દરવાજા ખોલીને હાલ 23 હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવતા ફરીથી મચ્છુ નદીમાં પાણીનું સ્તર વધ્યું હતું. જેના પગલે નદી કાંઠા અને માલિયાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

- text

- text