મોરબી : સેવાભાવી યુવાન દ્વારા ૧૨૦ નેત્રહિનોને ભોજન જમાડવામાં અને ક્રિકેટની રમત રમાડવામાં આવી

- text


મોરબીની એલઈ કોલેજની હોસ્ટેલમાં મેસ ચલાવતા યુવાને પ્રેરણાદાયી કાર્ય હાથ ધરતા અંધજન સંસ્થાના ૧૨૦ નેત્રહિનોને પ્રેમપૂર્વક ભોજન સાથે ક્રિકેટની રમત રમાડીને આનંદ ઉલ્લાસનું વાતાવરણ સર્જયું હતું.

મોરબીની એલઈ કોલેજની એનવીપી હોસ્ટેલમાં મેસ ચલાવતા પી.સી. પટેલ નામનાં યુવકે મોરબીનાં લક્ષ્મીનગર ખાતે આવેલી પ્રજ્ઞાચક્ષુ સંસ્થામાં આશ્રય લેતા ૧૨૦ નેત્રહિનોને પોતાના મેસમાં લઈ આવી પ્રેમથી ભોજન કરાવ્યું હતું અને ત્યારબાદ હોસ્ટેલનાં મેદાનમાં ક્રિકેટની રમત રમાડી હતી. જેમાં નેત્રહિનોએ ભરપુર આનંદ માણ્યો હતી. આ અંગે પી.સી. પટેલે મોરબી અપડેટને જણાવ્યું હતું કે, નેત્રહિન લોકો માટે કામ કરીને પરમ આનંદની લાગણી અનુભવાય છે. વર્ષમાં ત્રણ વખત નેત્રહિનોને ભોજન અને રમત ગમત રમાડવાનું કાર્ય કરવામાં આવે છે તેમજ મોરબીની એલઈ કોલેજનાં વિદ્યાર્થીઓને પણ પ્રજ્ઞાચક્ષુ સંસ્થામાં લઈ જઈ ત્યાની વિવિધ પ્રવૃત્તિ અંગે માહિતગાર કરવામાં આવે છે.

- text

 

- text