મોરબી : જિલ્લા સેવાસદનમાં મહિલાઓ સંચાલિત કેન્ટીગ શરુ

- text


મોરબીનાં જિલ્લા સેવાસદનમાં મહિલાઓ સંચાલિત કેન્ટીગનો રાહતદરે પ્રારંભ થયો છે. જો કે નવી કચેરી બન્યા બાદ લોકો માટે નવી કેન્ટીગની સુવિધાની જરૂર હતી.

- text

મોરબીના સો ઓરડી પાસે નવા બનેલા જિલ્લા સેવાસદનને એક વર્ષ પૂર્ણ થયું છે. જિલ્લા સેવા સદન અંદર ઘણી બધી જિલ્લાને લગતી કચેરીઓ તેમજ બહાર ગામનો સ્ટાફ આવતો હોય અને અરજદારો મોટા પ્રમાણમાં આવતા હોવાથી કેન્ટીગની જરૂર હતી. આથી સખી મંડળના મંજુલાબેન દેત્રોજાની આગેવાનીમાં સખીમંડળની બહેનોએ જિલ્લા સેવાસદનમાં કેન્ટીગ ચાલુ કરવાનો કલેક્ટર સામે પ્રસ્તાવ મૂક્યો છે. જેને કલેકટરે સખીમંડળના બહેનોને જિલ્લા સેવાસદનમાં કેન્ટીગ ચાલુ કરવાની મંજૂરી આપી હતી. આથી સખીમંડળના ભાવિનીબેન ડાભી, કમળાબેન પરમાર, જાગૃતિબેન પરમાર સહિતનાં બહેનોએ કેન્ટીગ શરૂ કર્યું છે. જેમાં બેથી ત્રણ વિધવા બહેનોનો સમાવેશ થાય છે. અને આ વિધવા બહેનોને રોજગારી મળી રહે છે. રાહતદરે શરૂ કરેલી કેન્ટીગમાં બપોરે ભોજન, સવાર-સાંજ ચા નાસ્તો મળી રહેશે.

- text