હળવદ જૂથ અથડામણ મામલે જામનગરના 12 શખ્સોની ધરપકડ કરતી પોલીસ

- text


હળવદ-ધ્રાંગધ્રા રોડ પર હત્યા મામલે વીડિયો ફૂટેજ અને વોટ્સઅપ પર વાયરલ થયેલા મેસેજ ને આધારે કલમ-302 અંવ્યયે 12 શખ્સો સામે ગુન્હો દાખલ કરી ઝડપી લેવાયા

મોરબી : ગત તારીખ 13 ના રોજ હળવદ-ધ્રાંગધ્રા હાઇવે પર સ્વ.ઇન્દ્રસિંહ ઝાલા ના બેસણાંમાંથી પરત ફરતી વેળાએ દરબાર અને ભરવાડ સમાજ વચ્ચે થયેલી જૂથ અથડામણમાં એક વ્યક્તિ નું મૃત્યુ નિપજતા આ ઘટના મામલે પોલિસે આજે જામનગર પંથકના 12 શખ્સોની ધરપકડ કરી છે
મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા હળવદ જૂથ અથડામણ મામલે ત્વરિત કાર્યવાહી કરી ઘટના બન્યા બાદ સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા મેસેજ અને વોટ્સઅપ નું પગેરું મેળવી વિડીયો ફૂટેજ ના આધારે બાર આરોપીઓની ઓળખ મેળવી હતી અને આરોપીઓ જામનગર પંથકના હોવાનું જણાતા જામનગર એસપી પ્રદીપ સેજુલ અને જામનગર એલસીબી ની મદદ લઇ આરોપીઓની ઓળખ મેળવી હતી.
દરમિયાન પોલીસે સોશ્યલ મીડિયામા વાયરલ થયેલા મેસેજીસ ની ચકાસણી કરી વિડીયો ફૂટેજ ફોટા ની ઝીણવટ ભરી ચકાસણી ના અંતે જામનગર પંથકના 12 શખ્સોની પૂછપરછ કરતા તેઓ તા.13 ના રોજ બેસણામાં ગયા ત્યારે જૂથ અથડામણ થયાની કબૂલાત આપી હતી.
જે ને પગલે હળવદ જૂથ અથડામણ મામલે હળવદ પોલીસ સ્ટેશન માં દાખલ થયેલા 302 સહિતની કલમ હેઠળના આ ગુન્હામાં આજે રાત્રે પોલીસે જામનગરના ગોપાલસિંઘ જોધસિંઘ સેખાવત ઉ.56, મહેન્દ્રસિંહ ઉર્ફે મેંદીયો લખધીરસિંહ સોઢા ઉ.37 રે.જામનગર,વિજયસિંહ બટુકસિંહ જાડેજા ઉ.27 રે. વાડીનાર. તા.ખમભાળિયા, યોગેન્દ્રસિંહ ભરતસિંહ પરમાર ઉ.37,રે જામનગર, મયૂરસિંહ ચંદ્રસિંહ સોઢા,ઉ.25 રે મૂંગણી,જામનગર, કૃષ્ણસિંહ ઉર્ફે મહાકાલ અભેસિંહ ઝાલા,ઉ.40 રે જામનગર, હરિસચંદ્રસિંહ કનકસિંહ ઝાલાઉ.36 રે ઝાંખર તા.લાલપુર, મહેન્દ્રસિંહ રણજીતસિંહ જેઠવા ઉ.30 રે.વસઈ તા.જી.જામનગર, મહાવીરસિંહ બહાદુરસિંહ જાડેજા ઉ.46 રે.વસઈ તા.જી.જામનગર, દેવેન્દ્રસિંહ મુળુભા જેઠવા.વસઈ જામનગર, અનિરુદ્ધસિંહ પ્રવીણસિંહ વાઢેર.ઉ.31 રે.વસઈ જામનગર અને ભરતસિંહ ભીખુભા જાડેજા ઉ.26 રે.જામનગર વાળા સહિતના 12 શખ્સોની ધરપકડ કરી છે.
પોલિસ ની આ સફળ કામગીરીમાં જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોર ના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ વડા કે.બી.ઝાલાની રાહબરી હેઠળ એસઓજી,એલસીબી અને હળવદ પોલીસ સ્ટાફે કરી હતી.

- text

- text