મોરબી : હાઈવે પર સેરા કેમિકલ દુકાનમા આગ

- text


મોરબી : મોરબી-વાંકાનેર હાઈવે પર કોમર્શીયલ કોમ્પ્લેક્ષમાં આવેલી સેરા કેમિકલ નામની દુકાનમાં ગત મોડી રાત્રીના રોજ આગ લાગી હતી. વહેલી સવારના સમય દુકાનના માલિકને આગની જાણ થતા તે દોડી આવ્યા હતા અને મોરબીના ફાયરવિભાગમાં જાણ કરી હતી. ફાયરની ટીમે ત્યાં પહોચીને ૨ કલાકની જેહમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો પણ આગ કાબુમાં આવે તે પહેલા બધું બળીને ખાખ થઇ ગયું હતું.

ફાઇલ તસ્વીર

- text