મોરબી : યુવા પત્રકાર રવિ નિમાવતને હેપ્પી બર્થ ડે

- text


મોરબી : આજે પત્રકાર રવિ નિમાવતનો જન્મદિવસ છે. મોરબીમાં રેહતા અને ૯ જુનના રોજ જન્મેલા રવિ નિમાવતને નાનપણથી વાચન અને લેખનનો શોખ હતો. એટલે તેમણે તેમનો વાચન-લેખનનો શોખ પૂરો થાય અને સમાજને ઉપયોગી થઇ શકાય તેવા વ્યવસાય ક્ષેત્રે જોડાવાનું નક્કી કર્યું હતું. આથી તેમેણ ગ્રેજ્યુશેન બાદ પત્રકારિત્વના એક વર્ષનો કોર્ષ કર્યો હતો અને ત્યાર બાદ થોડો સમય તેમેણ સાંધ્ય દૈનિકમા ઇન્ટરશીપ કરી હાલમાં તેઓ દિવ્ય ભાસ્કરમાં રિપોર્ટર તરીકે જોડાયેલા છે. રવિ નિમાવતે પ્રજાના પ્રશ્નો સાથે સારી કરેલી કામગીરી પોતાની કલમથી કંડારી પોતાની લેખન કળાથી લોકોનું મન જીત્યું છે. તેના મિત્રો અને સગા સ્નેહીઓ તેને આજે જન્મદિવસ નિમિતે વધુ ને વધુ પ્રગતિના શીખરો સર કરે તેવી શુભકામના પાઠવી રહ્યા છે.

- text