જાણો મોરબીની આ આધુનિક યુવતીઓ વિશે જે બની છે પુરુષો સમોવડી

- text


બેમિસાલ બેબ્સ મોરબીની મિસાલ બની : દેખાવ મોર્ડન અને સ્વભાવ સંપૂર્ણ ભારતીય સુસંસ્કૃત

મોરબી : ભારતમાં પશ્ચિમી સંસ્કૃતિની ભારે અસર દર્શાય રહી છે. ખાસ કરીને આજનાં સમયના યુવક યુવતીઓ જે પશ્ચિમી સંસ્કૃતિનું આંધળુ અનુકરણ કરે છે, તેનાથી ભારતીય સંસ્કૃતિ લુપ્ત થતી જાય છે. જેથી આધુનિકતા શબ્દ સાંભરતા જ આપણી સામે એક દ્રશ્ય સર્જાવા લાગે છે. જેમાં સંપૂર્ણ પશ્ચિમી સંસ્કૃતિને અનુસરતા લોકો પોતાનું જીવન પોતાના જ નિયમો પર જીવતા હોય તેવું જોવા મળે. આ મોર્ડન લોકો પરિવારનું જતન, સંસ્કારોનું સિંચન, જવાબદારી જેવી બાબતોથી દૂર રહેવાનું પસંદ કરે છે. પરંતુ અહીં આપણે કેટલીક એવી યુવતીઓની વાત કરીએ જેમનો દેખાવ આધુનિક હોવા છતાં વિચારસરણી, સંસ્કારો અને રહેણીકરણી સાથે સ્વભાવ સંપૂર્ણ ભારતીય છે. આ બધી યુવતીઓ પોતાના સ્વપ્ન પુરા કરતા પહેલા પરિવારના સ્વપ્ન પુરા કરવાની ઈચ્છા રાખે છે. જે પોતાના સ્વપ્ન સાકાર કરતા-કરતા પરિવારને પણ મદદરૂપ થાય છે. તો આવો જાણીએ મોરબીની આવી જ આધુનિક યુવતીઓએ મોરબી અપડેટ સાથે શેર કરેલી પોતાની વાતો..

(1) વૃત્તિ ઠક્કર : “જીવનમાં માતાપિતાના સંસ્કારથી વધુ કઇ જ હોતું નથી.”
વૃત્તિ મૂળ ધ્રાગ્રધાની છે અને હાલ મામાને ત્યાં મોરબી રહે છે. માત્ર ૨૨ વર્ષિય વૃત્તિએ મોડલિંગ ક્ષેત્રે અનેક સિધ્ધીઓ હાંસલ કરી છે. ધ્રાગ્રધાથી ધોરણ ૧૨નો અભ્યાસ પૂર્ણ કરીને કઇક બનવા માટે મોરબી મામાના ઘરે આવી હતી. વૃત્તિ ઠક્કરે બી.કોમના અભ્યાસ સાથે સીરામિકમાં સામાન્ય નોકરીથી શરૂઆત કરી હતી. વૃત્તિને મોડેલિંગનો ખૂબ જ શોખ હોવાથી ધીમે ધીમે મોડેલિંગ ક્ષેત્રે એડ અને ફોટો શૂટ કરવાનુ શરૂ કર્યુ. તેણે કારકિર્દીની પહેલી એડ “સ્વચ્છ ભારત”ની કરી હતી. બાદમાં વૃત્તિને ગુજરાતી સિરિયલ અને ફિલ્મની ઓફરો પણ આવા લાગી. આમ, ધીમેધીમે વૃત્તિ ફિલ્મોમાં અભિનય કરવા લાગી. અત્યાર સુધી વૃત્તિએ ૪ ગુજરાતી ફિલ્મ, અસંખ્ય એડ અને ફોટોશૂટ કર્યા છે. હાલ તેની હિન્દી ફિલ્મનું શૂટિંગ પણ ચાલુ છે. વૃત્તિના પિતા ધ્રાગ્રધામાં સામાન્ય નોકરી કરે છે જ્યારે તેમની દીકરી વૃત્તિએ આટલી નાની વયે પરિવારનું નામ રોશન કર્યુ છે. પિતાની ઈચ્છા વૃત્તિને એડવોકેટ બનાવવાની છે તેથી વૃત્તિ પિતાના સ્વપ્નને પૂર્ણ કરવા એલ.એલ.બી.નો અભ્યાસ પણ કરે છે.
વૃત્તિએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં મોડેલિંગમાં પણ આગળ વધવાની ઇચ્છા વ્યક્ત કરી છે. પોતાની જેમ અન્ય છોકરીઓ પણ પોતનું ભવિષ્ય પોતાના હાથે ઘડે તેવી મનોકામના ધરાવતી વૃત્તિ ભવિષ્યમાં એડ્વોકેટ બની છોકરીઓ માટે કઇક સારા કામો કરવા છે. તેની આ સફળતા પાછળ તેના માતા પિતાના આશિર્વાદ અને મામા મામીનો સપોર્ટ છે તેમ વૃત્તિએ જણાવ્યું હતું. આમ, સુંદર અને સંસ્કારી વૃત્તિએ આધુનિક મોરબીની યુવતીઓ માટે એક ઉમદા ઉદાહરણ પુરૂ પાડ્યું છે.

- text

વૃત્તિ ઠક્કર

(2) ધ્વનિ દોશી : “પતિના સહયોગથી મેળવી સફળતા”
સ્ત્રીઓ ઘર ચલાવવાથી લઈને દેશ ચલાવી શકે છે આપણે સહુ જાણીએ જ છીએ. પરંતુ મોરબીની ધ્વનિ દોશીએ પોતાના શોખ, વ્યવસાય સાથે પરિવારની પણ ખુશ રાખે છે. ધ્વનિએ બી.ઈ. ઇલેક્ટ્રોનિક કર્યુ છે. દોઢ વર્ષ પહેલા લવ મરેજ કરીને સાસરે આવી હતી. લગ્ન પહેલા નોકરી કરતી હતી પરંતુ લગ્ન પછી સમ્પૂર્ણ સમય પરિવારને આપતી હતી. એક વર્ષ પછી ફરી પતિના સપોર્ટથી નોકરી શરૂ કરી. આજે એક એક્સપોર્ટ કંપનીમાં માર્કેટિંગ એકસયુટીવ છે. લગ્ન પહેલા જોયેલા સ્વપ્ન લગ્ન બાદ પતિએ પૂર્ણ કર્યા છે. ધ્વનિના પતિ પણ બિઝનેસમેન છે. પરિવાર પણ ધ્વનિને સપોર્ટ કરે છે પોતે એક સારી રાઈટર છે. કવિતા, જૈન ધર્મના નાટકો લખે છે, તેમા અભિનય પણ કરે છે. ધ્વનિનું એક સ્વપ્ન છેકે તે દુનિયાના દરેક દેશમાં જઈ બધાંની સંસ્કૃતિ અને જીવનશૈલીને માણવી છે. ધ્વનિ માને છે કે તેની આ સફળતા પાછળ તેના પતિનો સપોર્ટ છે.

ધ્વનિ દોશી

(3) મિરલ મહેતા : “અભ્યાસ સાથે પિતાને મદદ કરે”
મોરબીની મિરલ મહેતા જેને એમ.કૉમ.નો અભ્યાસ પૂર્ણ કરી પિતાના ૪૦ વર્ષના બિઝનેસને છેલ્લા
૪ વર્ષથી એકલા હાથે ચલાવે છે. નાનપણથી જ બિઝનેસ કરવાની ઇચ્છા હતી. તેથી અભ્યાસ પૂરો કર્યા બાદ પિતા શૈલેશભાઈ મહેતા જે મોરબીમાં મનુભાઇ ડ્રેસવાળાથી ઓળખાય છે. પોતાના સ્વપ્ન સાકાર કરવા સાથે પિતાને મદદરૂપ થાય છે. મિરલને ડાન્સ અને ટ્રાવેલીંગનો ખુબ શોખ છે. મિરલને ભવિષ્યમાં પોતાનો બિઝનેસ કરીને પરિવારને મદદરૂપ થવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

મિરલ મહેતા

(4) ક્રિષ્ના ઉમરાણીયા : “સુખી સમ્પન્ન પરિવારની હોવા છતા આપબળે ડાન્સ ક્લાસીસ શરૂ કર્યુ.”
મોરબીની ક્રિષ્ના ઉમરાણીયા ઉ.વ.૨૧ એમ.બી.એ.ના અભ્યાસ સાથે પોતાનુ ડાન્સ ક્લાસીસ ચલાવે છે. શરૂઆતમાં પોતાના ઘરે જ ડાન્સ ક્લાસીસ શરૂ કર્યો. બાદમાં સ્ટુડન્ટની સંખ્યા વધતા પોતાનુ “beats dance studio” નામનું ડાન્સ ક્લાસીસ શરૂ કર્યુ. જેમા ૩૦ જેટલા સ્ટુડન્ટ ડાન્સ શીખવા માટે આવે છે. ક્રિષ્નાના પિતાને ફેબ્રિકેશનની ફેકટરી છે છતા પોતના ખર્ચા પોતે કાઢે છે. ડાન્સનો ખૂબ શોખ હોવાથી પોતના શોખને પ્રોફેશન બનાવવા ઇચ્છે છે. ક્રિષ્નાનું ભવિષ્યમાં ફેમસ ડાન્સર બનવાનું સ્વપ્ન છે.

ક્રિષ્ના ઉમરાણીયા

આ છે મોરબીની આધુનિક યુવતિઓ.. જેને સમય સાથે કદમ મીલવીને આધુનિકતાને અપનાવી છે. પરંતુ પોતાના ભારતીય સંસ્કારો છોડ્યા નથી. મોરબી અપડેટ તરફથી મોરબીની આધુનિક યુવતિઓને સલામ..

- text