મોરબી : ઉમિયા સર્કલ નજીક ડમ્પર રોડ પર ખૂંચી ગયું : ટ્રાફિક જામ

- text


મોરબી: મોરબી નગર પાલિકાના રસ્તાના કામોમાં ચાલતી ઘોર બેદરકારીને કારણે આજે ઉમિયા સર્કલ નજીક માટી ભરેલું આઇવા ડમ્પર રસ્તાની વચ્ચોવચ ખૂંચી જતા ટ્રાફિક જામ થઇ ગયો હતો.

- text

જાણવા મળતી વિગતો મુજબ શનાળારોડ પર ઉમિયા સર્કલ થી રફાલેશ્વર તરફ જતા કેનાલ રોડ પર માટી ભરેલું આઇવા ડમ્પર વળાંક વળતા ની સાથે જ નગર પાલિકાની લાપરવાહી ને કારણે રસ્તાની વચ્ચોવચ ખૂંચી ગયું હતું સદનસીબે આ ઘટના માં કોઈ જાનહાની થવા પામી નથી.
વધુમાં આ ઘટના બન્યા બાદ આઇવા ડમ્પર નંબર જીજે 3એક્સ 5296 નો ચાલક ડમ્પર રેઢું મૂકી ચાલ્યો જતા ટ્રાફિકથી ધમધમતા સનાળારોડ તેમજ કેનાલ રોડ પર થી પસાર થતા વાહનોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
આઇવા ડમ્પર પાક્કા રોડ પર ખુચી જવાથી  ભ્રષ્ટાચારની બે બાબતો ખુલ્લી પડીછે એક તો નગરપાલિકાની બેદરકારી અને બીજું ઓવરલોડિંગ ટ્રક માં ખુલ્લેઆમ થતી ખાણીજચોરી.

- text