મોરબી : ડો.અસ્મિતા જેતપરીયાનાં પુસ્તકને મુખ્યમંત્રીનાં અભિનંદન

- text


“બાળઉછેરમાં મનોવૈજ્ઞાનિક અભિગમ” પુસ્તક સમાજની દરેક વ્યક્તિને ઉપયોગી અને માર્ગદર્શક બનવામાં સફળ થશે

મોરબી : મૂળ લાલપરના વતની અને મોરબી સિરામિકના પ્રમુખ નિલેશ જેતપરીયાના બહેન ડો.અસ્મિતા જેતપરીયા હાલ ગાંધીનગર ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે. ડો.અસ્મિતા જેતપરીયા શિક્ષકની સાથે તેઓ એક સારા સમાજ સુધારક અને વિચારક અને  લેખિકા પણ છે. તેમના દ્વારા લિખિત પુસ્તિકા “બાળઉછેરમાં મનોવૈજ્ઞાનિક અભિગમ”ને માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ શુભેચ્છા સંદેશપત્ર પાઠવી જણાવ્યું છે કે, આ પુસ્તકનું લેખન અનેક માતા-પિતા, વડીલો અને સમાજ માટે બાળઉછેરની માર્ગદર્શિકા બની રહેશે. સારી આદતો, સંસ્કારોનું સિંચન, હેત અને હરખ તેમજ શિસ્તનાં સંતુલન સાથે બાળઉછેરનાં મનોવૈજ્ઞાનિક અભિગમ વિષયક પુસ્તક લખવા બદલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ડો.અસ્મીતાબેન જેતપરીયાને અભિનંદન પાઠવ્યા હતા.
ગ્રીન ફ્લેગ ફાઉન્ડશન પ્રકાશિત ડો. અસ્મિતા જેતપરીયાનાં પુસ્તક “બાળઉછેરમાં મનોવૈજ્ઞાનિક અભિગમ”ની કિંમત ૮૦ રૂપિયા છે. તેમજ આ પુસ્તકનાં લેખિકા ડો. અસ્મિતાબહેન તેમના અભ્યાસ દરમિયાન દર વખતે યુનિવર્સિટીમા પ્રથમ ક્રમાંકે જ આવેલા હોય, જીવનનાં અનુભવો અને અથાક અભ્યાસથી આજે સ્વબળે મનોવૈજ્ઞાનીક વિષયો ઉપર પુસ્તકો લખવાનું ચાલુ કરેલુ છે.⁠ ત્યારેં આ પુસ્તક લખવા બદલ લેખિકા અસ્મિતાબહેન જેતપરીયાને મોરબી અપડેટ તરફથી શુભેચ્છાઓ.⁠⁠⁠

- text

- text