મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સફાઈ કામદારોને ફૂડ પેકેટનું વિતરણ

- text


કપરા સમયમાં પણ સફાઈની સઘન કામગીરી કરવાની સફાઈ કામદારોની ફરજ નિષ્ઠાને બિરદાવી

મોરબી : મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સફાઈ કામદારોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ યંગ ઇન્ડિયા ગ્રુપે કપરા સમયમાં પણ સફાઈની સઘન કામગીરી કરવાની સફાઈ કામદારોની ફરજ નિષ્ઠાને બિરદાવી હતી.

- text

મોરબીમાં વર્ષોથી સેવાકીય અને સામાજિક પ્રવૃતિઓ માટે સક્રિય રહેતા યંગ ઇન્ડિયા ગ્રુપ લોકડાઉન શરૂ થયું ત્યારથી જરૂરિયાત મંદોની સેવા માટે આગળ આવીને દરરોજ ભુખ્યાજનો માટે સેવાયજ્ઞ ચલાવે છે અને દરરોજ અસંખ્ય ગરીબ લોકોને રાશન કિટનું વિતરણ કરે છે. ત્યારે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મોરબી શહેરમાં સફાઈ કામદારોને સુકો નાસ્તો સહિતના ફૂડ પેકેટનું વિતરણ કરીને તેમને જરૂરી તમામ સુવિધા મળે તેવી વ્યવસ્થા કરી હતી. તેમજ આગામી દિવસોમાં પણ યંગ ઇન્ડિયા ગ્રુપ તરફથી તમામ સહયોગ આપવાનો વિશ્વાસ આપ્યો હતો અને સફાઈ કામદારોની આ વિકટ સ્થિતિમાં પોતાની ફરજ નિભાવવા બદલ આભાર માની તેમને સ્વસ્થ રહે તેવી શુભકામનાઓ આપી હતી.

- text