જાણો… મહા શિવરાત્રીના પર્વે મહાદેવની પૂજા કરવાની વિધિ અને મુર્હુત

- text


વિવિધ રાશિના જાતકો માટે રાશિ મુજબની પૂજાવિધિ

મોરબી : મહા શિવરાત્રી એટલે દેવોના દેવ એવા મહાદેવનો તહેવાર. આ દિવસે શિવાલયો હર-હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠે છે. મહા શિવરાત્રી મહા મહિનાની વદ ચૌદશના દિવસે મનાવવામાં આવે છે. આ વર્ષે આજે 21 ફેબ્રુઆરીના રોજ શિવરાત્રીનો તહેવાર છે.

મહા શિવરાત્રીના દિવસે મહાદેવની કેવી રીતે કરી શકાય પૂજા?

આ વખતે 117 વર્ષ બાદ મહાશિવરાત્રીના ઘણા શુભ સંયોગનું નિર્માણ થઇ રહ્યું છે. જેને બહુ જ શુભ માનવામાં આવે છે. આ શિવરાત્રી પર 117 વર્ષ બાદ શનિ અને શુક્રનો યોગ બની રહ્યો છે. મહા શિવરાત્રી પર શનિ સ્વયંની રાશિ મકર અને શુક્ર તેની ઉચ્ચ રાશિ મીનમાં હશે. આ પહેલા 1903માં આ ગ્રહનો સંયોગ બન્યો હતો. તેમજ મહા શિવરાત્રી પર શનિ અને ચંદ્રમાના સંયોગનો શશ યોગ બની રહ્યો છે. આ સંયોગમાં શિવ આરાધનાનું વિશેષ ફળ મળે છે. ચંદ્ર મન અને શનિ ઉર્જાનું કારક છે. મહા શિવરાત્રી પર સર્વાર્થસિદ્ધિ યોગ પણ બની રહ્યો છે. આ યોગમાં શિવ-પાર્વતીનું પૂજન શ્રેષ્ઠ માનવામાં આવે છે.

શાસ્ત્રો અનુસાર ભગવાન શિવની પૂજા કરતી વખતે બીલી પત્ર, મધ, દૂધ, દહીં, સાકર અને ગંગાજળથી અભિષેક કરવો જોઈએ. આ રીતે પૂજા કરવાથી બધી જ સમસ્યા દૂર થઇ જાય છે. આ સાથે જ બધી જ માનતા પૂર્ણ થઇ જાય છે.

આજે મહાશિવરાત્રીનું શુભ મુહૂર્ત સાંજે 5 વાગ્યે 20 મિનિટથી 22 ફેબ્રુઆરી સાંજે 7 વાગ્યે 2 મિનિટ સુધી રહેશે. શિવરાત્રીની રાત્રી પ્રહર પૂજા સાંજ 6 વાગ્યે 41 મિનિટથી રાતે 12 વાગ્યે 52 મિનિટ સુધી રહેશે.

- text

આજે શિવરાત્રીના દિવસે આ રાશિના જાતકો શિવલિંગ પર આ વસ્તુ અર્પણ કરવી જોઈએ.

મેષ રાશિ: આ રાશિના જાતકો બીલીપત્ર અર્પણ કરો.

વૃષભ રાશિ: આ રાશિના જાતકો દૂધ મિશ્રિત જળ અર્પણ કરો.

મિથુન રાશિ: આ રાશિના જાતકો દહીં મિશ્રિત જળ અર્પણ કરો.

કર્ક રાશિ: આ રાશિના જાતકો ચંદન અર્પણ કરો.

સિંહ રાશિ: આ રાશિના જાતકો અઘણી દીવો કરો.

કન્યા રાશિ: આ રાશિના જાતકો કાળા તલ અને જળ અર્પણ કરો.

તુલા રાશિ: આ રાશિના જાતકો જળમાં સફેદ ચંદન અર્પણ કરો.

વૃશ્ચિક રાશિ: આ રાશિના જાતકો જળ અને બીલીપત્ર અર્પણ કરો.

ધન રાશિ : આ રાશિના જાતકો અબીલ અને ગુલાલ અર્પણ કરો.

મકર રાશિ: આ રાશિના જાતકો ભાંગ અને ધતુરો અર્પણ કરો

કુંભ રાશિ: આ રાશિના જાતકો ફૂલ અર્પણ કરો

મીન રાશિ: આ રાશિના જાતકો શેરડીનો રસ અને કેસરનો અભિષેક કરો.

પૂજ્ય આચાર્યશ્રી જીજ્ઞેશભાઇ પંડ્યા

(ગોલ્ડ મેડાલિસ્ટ કાશી, વારાણસી – મોરબીમાં કાશીના એક માત્ર વિદ્વાન)
જ્યોતિષાચાર્ય, સાહિત્યાચાર્ય, ભાગવતાચાર્ય
M.A. સંસ્કૃત
મો.નં. ૯૪૨૬૯૭૩૮૧૯

શ્રી ગણનાથ જ્યોતિષ કાર્યાલય
ક્રિષ્ના ચેમ્બર ઓ.નં. 5
વસંત પ્લોટ, મેઈન રોડ, ચકિયા હનુમાનની બાજુમાં, મોરબી

- text