મોરબીમાં સુતેલા ઘરધણીને રૂમમાં પુરી દઈ 5.56 લાખના રોકડ-દાગીનાની ચોરી

મોરબી : મોરબી શહેરના મહેન્દ્રપરા વિસ્તારમાં રહેતા જાડેજા પરિવારના ઘરમાં ગત રાત્રીના સમયે તસ્કરો ત્રાટકયા હતા અને ઘરમાં તિજોરીના તાળા તોડીને કુલ મળીને 5.56 લાખના મુદ્દામાલની ચોરી કરી ગયા હતા. આ બનાવની મોરબી સીટી એ.ડીવી. પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો છે. જાણવા મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે તસ્કરો 17 તોલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ગયેલ છે. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી શહેરના મહેન્દ્રપરા વિસ્તારમાં રહેતા હિતેશકુમાર ભીખુભા જાડેજા ગઈકાલે દશેરા હોવાથી કચ્છના કટારીયા ખાતે દર્શન કરવા માટે ગયા હતા. ત્યાંથી પરત આવીને પોતાના પરિવારજનો સાથે ઘરમાં સુતા હતા અને તેનો પુત્ર ફિલ્મ જોવા ગયો હતો. ત્યારે કોઇ અજાણ્યા શખ્સોએ તેના ઘરને નિશાન બનાવ્યુ હતુ. તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરીને હિતેષકુમાર અને તેના પત્ની જ્યા સુતા હતા ત્યાંથી મોબાઇલ ફોન લઇ લીધા બાદ તે રૂમનો દરવાજો બહારથી બંધ કરી દિધો હતો અને બાજુના રૂમમાં મુકવામાં અવેલ તીજોરીને તોડીને તેમાંથી 17 તોલા સોનાના-ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા 24 હજાર મળીને કુલ રૂપિયા 5.56 લાખ રૂપિયાના મુદામાલની ચોરી કરી ગયા હતા. હિતેષકુમારનો પુત્ર ફિલ્મ જોઇને મોડી રાત્રે ઘરે પરત ફર્યો ત્યારે આ બનાવની ઘરધણીને જાણ થઇ હતી. જેથી આ અંગે મોરબી સીટી એ. ડીવી પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા હાલમાં પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો છે. આરોપીના સગડ મેળવવા માટે આસપાસના વિસ્તારના સીસીટીવી ફુટેજના આધારે તપાસ કરવામાં આવી રહી છે. તેમજ ભોગ બનેલા હિતેષકુમારની ફરીયાદ લેવા માટેની હાલમાં તજવીજ ચાલી રહી છે. બનાવની વધુ તપાસ પી.આઈ. ચૌધરી ચલાવી રહ્યા છે.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274