પ્રેક્ટિકલ શિક્ષણ સાથે સંસ્કારોનો સમન્વય : અલગ જ કન્સેપ્ટથી મોરબીમાં ગ્રીનવેલી ઇન્ટરનેશનલ સ્કૂલનો શુભારંભ

મોરબીમાં નવી શરૂ થનારી ગ્રીનવેલી ઇન્ટરનેશનલ સ્કૂલમાં શું ખાસ છે ? કઈ બાબતમાં આ સ્કૂલ બીજાથી અલગ પડે છે ? વાંચો આ વિશેષ એહવાલ : પેહલા વર્ષે કે.જી.થી ધોરણ 8 સુધી CBSE અને GSEBના અંગ્રેજી/ગુજરાતી બંને માધ્યમમાં અપાશે બાળકોને શિક્ષણ : પ્રત્યેક 15 વિદ્યાર્થી દીઠ એક શિક્ષક : ભારતના ભવિષ્ય એવા વિદ્યાર્થીઓ માટે પ્લે સ્ટેશનનો નવો કોન્સેપ્ટ

(પ્રમોશનલ આર્ટિકલ)
મોરબી : ગોખણીયા જ્ઞાન જેવી આજની શિક્ષણ પદ્ધતિથી જરા હટકે બાળકોને ભાર વગરનું અને પ્રયોગશીલ શિક્ષણ આપવાનું બીડું ઝડપી સંસ્કારી નગરી મોરબીમાં શિક્ષણક્ષેત્રે નવો જ અધ્યાય શરૂ કરવા ગ્રીનવેલી ઇન્ટરનેશન સ્કૂલ દ્વારા પદાર્પણ કરાયું છે. કે.જી.થી ધોરણ 8 સુધી CBSE અને GSEBના અંગ્રેજી/ગુજરાતી બંને માધ્યમોમાં સાચા અર્થમાં શિક્ષણ આપવા શાળા સંચાલકોએ આધુનિક અને ઋષિમુનિ કાળની સંસ્કૃતિનો સમન્વય કર્યો છે. મોરબીના નગરજનોના હિતમાં નવી માહિતી પીરસવા કટિબદ્ધ મોરબી અપડેટ દ્વારા આજે વાચકો – દર્શકો માટે લજાઈ ચોકડી પાસે ભારતીય સંસ્કારો અને પ્રેક્ટિકલ આધુનિક શિક્ષણના સમન્વયના અદભુત કન્સેપ્ટ સાથે શરૂ થયેલી ગ્રીનવેલી ઇન્ટરનેશનલ સ્કૂલના ફાઉન્ડર સાથેની વિશેષ મુલાકાત અત્રે રજૂ કરવામાં આવી છે. ત્યારે બાળકોના શિક્ષણ પ્રત્યે જાગૃત મોરબી જિલ્લાના દરેક વાલીઓ માટે માર્ગદર્શક સમાન આ ખાસ ઇન્ટરવ્યૂ જુઓ..

સિરામિક સીટી મોરબી હવે એજ્યુકેશન હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ભારતના ભાવિ એવા મોરબીના વિદ્યાર્થીઓને વસુદૈવ કુટુંબકમ સૂત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા માટે નવા શૈક્ષણિક સત્રથી ગ્રીનવેલી ઇન્ટરનેશનલ સ્કૂલનો નવા વિચારો અને નવી શિક્ષણ પદ્ધતિ સાથે પ્રારંભ થઇ રહ્યો છે, મોરબી અપડેટ સાથેની વિશેષ મુલાકાતમાં ગ્રીનવેલી ઇન્ટરનેશલ સ્કૂલના ફાઉન્ડર અને ચેરપર્સન વિનોદ ખંડીવારે સ્કૂલ અને સ્કૂલના કોન્સેપ્ટ અંગે સવિશેષ માહિતી આપી હતી.

ગ્રીનવેલી સ્કૂલના ફાઉન્ડર વિનોદ ખંડીવારે આ વિશેષ મુલાકાતમાં જણાવ્યું હતું કે અમે છેલ્લા બે દાયકાથી પણ વધુ સમયથી વિદ્યાર્થીઓના જીવન કંડારનારી પ્રતિબદ્ધ શિક્ષકોની ટીમ છીએ. કારણ કે અમારું માનવું છે કે શિક્ષણએ આપણા આંતરિક અને બાહ્ય વિશ્વ વચ્ચે સંતુલનને જાળવવામાં મદદ કરે છે. અમારી બધી જ પ્રવૃતિઓ અમારાં વિદ્યાર્થીઓના જીવનને પ્રગતિમય બનાવવામાં મદદરૂપ રહી છે. અમારા માટે, અમારા શિક્ષકો અમારા પરિવારના સભ્યો કરતા વધારે છે. અમારી પ્રતિબદ્ધતા અમારા વર્ગખંડની નાનામાં નાની પ્રક્રિયાઓ અને વિદ્યાર્થીઓના વર્તનમાં થતાં ફેરફારોમાં પ્રતિબિંબિત થાય છે.

વધુમાં અત્યાર સુધીમાં અમે ૪૦૦૦૦ કરતાં પણ વધુ વિદ્યાર્થીઓના જીવનને સ્પર્શ્યા છીએ. છેલ્લા ૧૪ વર્ષથી અમે અમારી માતૃભુમિને શિક્ષણ દ્વારા સીંચી રહ્યા છીએ, અમારી ટીમમાં ઉત્તમ શિક્ષકો, મનોવૈજ્ઞાનિકો, શાળા સંચાલકો, અને શિક્ષણવિદો છે જેઓ કોઈ પણ વસ્તુ કરતાં વિદ્યાર્થીની કેળવણીને જ સર્વોચ્ચ માને છે. અહીંયા દરેક વિદ્યાર્થીની પોતાની આગવી ઓળખ છે કેમ કે અહીં સર્જનાત્મકતા શિક્ષણનો પ્રાણ છે.

ગ્રીનવેલી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ડે સ્કૂલ પણ ઉપલબ્ધ છે જો કે, અન્ય ડે સ્કૂલથી અલગ જ સિસ્ટમથી અહીં ડાયેટ ચાર્ટ મુજબ જ બાળકોને ભોજન પીરસવમાં આવે છે અને ડે સ્કૂલ એટલે સવારે ૮ થી ૫ બાળકોને નામ પૂરતા સાચવવા એવી બિંબાઢાળ પદ્ધતિથી અલગ રીતે અહીં ડે સ્કૂલના બાળકો માટે બે પિરિયડ બાદ પૂરતો વિરામ આપી ઇતર પ્રવૃત્તિ કરાવવામાં આવશે.

ઉપરાંત ગ્રીનવેલીમાં સ્કૂલમાં બાળકો માટે નવા જ કોન્સેપ્ટ સાથે અહીં અલગ – અલગ ૧૧ પ્લે સ્ટેશન બનાવવામાં આવ્યા છે જયાં બાળકો પ્રાકૃતિક આનંદ માણવાની સાથે જુદી – જુદી રમતો રમી શકે છે.

ઋષિમુનિ કાળમાં બાળકોને ભણાવવા માટે ગુરુકુળમાં વિશાળ જગ્યા ઉપલબ્ધ રહેતી હતી અને એ જ પૌરાણિક પદ્ધતિ મુજબ ગ્રીનવેલી ઇન્ટરનેશનલ સ્કૂલમાં સિમેન્ટ કોન્ક્રીટના બાંધકામની તુલનાએ વિશાળ ખુલ્લી જગ્યામાં બાળકો પ્રકૃતિના ખોળે જ્ઞાન મેળવી શકે તેવી વ્યવસ્થા ગોઠવી મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારના તમામ બાળકો આ અસરકારક કેળવણીનો લાભ મેળવી શકે તે માટે જિલ્લામાં દરેક સ્થળના ખૂણે – ખૂણેથી બાળકોને લેવા મુકવા માટે ખાસ બસ વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

ગ્રીનવેલી સ્કૂલ શુ છે તે અંગે પ્રકાશ પાડતા વિનોદ ખાંડીવાર ઉમેરે છે કે, ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કુલ એટલે પ્રાકૃતિક સૌદર્યનાં સાનિધ્યમાં આવેલી આ પ્રદેશની પ્રથમ ‘કોન્સેપ્ટ સ્કૂલ’ છે. અહિયાં વિદ્યાર્થી પોતાની ખરી આવડતનો પરિચય કરે છે કારણ કે એ ગ્રીન વેલીમાં પ્રકૃતિમાતાના ખોળામાં જીવનની સમજણ મેળવે છે. ગ્રીન વેલી સ્કુલ આનંદ દ્વારા કેળવણીની હિમાયત કરે છે. અમે મક્કમપણે એવું માનીએ છીએ કે જયાં સુધી વિદ્યાર્થીને કેળવણીમાં આનંદ ન આવે ત્યાં સુધી તેનું ઘડતર થતું નથી. એટલે જ ગ્રીન વેલીમાં કેળવણીનું ભાવાવરણ, ઇન્ટીગ્રેટેડ અભ્યાસક્રમ, હાઇ-ટેક ડીજીટલ લેન્સ, અનુબંધ આધારિત શિક્ષણ, રમત-ગમત દ્રારા ચારિત્ર નિર્માણ, મુલ્યનિષ્ઠ કેળવણી, ડાન્સ, ડ્રામા, રાઇફલ શૂટિંગ, હોર્સ રાઇડીંગ અને કૌશલ્ય-આધારિત મોડેલ આધારે શિક્ષણ અને ઇતર પ્રવૃત્તિઓને સાંકળી લેવામાં આવી છે.

માત્ર શિક્ષણ જ નહીં પરંતુ બાળકોના સર્વાંગી વિકાસ માટે ગ્રીનવેલી ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે સ્વિમિંગ પૂલ, હોર્સ રાઇડીંગ, મૂવી કલબ, કલ્ચરલ કલબ, લાઇફ સ્કિલ્સ ટ્રેઇનીંગ, ઇકો-એડવેંચર અને નેચર કલબ, ટ્રાન્સપોર્ટેશન અને પોષણયુકત આહાર, સ્કૂલ કેબીનેટ, પ્રાર્થના અને ફેસ્ટીવલ, ગ્રીન વેલી મ્યુઝીક બેન્ડ, ફોરેન ટુર્સ અને એફીલીએશન, સ્પોર્ટસ કલબ, એમ્ફીથીએટર, નોલેજ રિસોર્સ સેન્ટર, ઇન્ડોર સ્ટેડીયમ, રોબોટીકસ લેબ, મ્યુઝીક એન્ડ ડાન્સ સ્ટુડીઓ, રાઇફલ શૂટિંગ, ક્રિકેટ, વોલીબોલ, ફૂટબોલ, હોકી ગ્રાઉન્ડ, ઇન્ડોર સ્ટેડીયમની સાથે અલ્ટામોર્ડન એ.સી. કલાસરૂમ, બાયોલોજી, કેમેસ્ટ્રી, ફીઝીકસ માટેની હાઇ-ટેક લેબ્સ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવવામાં આવી હોવાનું વિનોદ ખાંડીવાર જણાવી રહ્યા છે.

આજના સમયની સૌથી અગત્યની બાબત એ છે કે અન્ય શાળાઓથી તદ્દન અલગ રીતે બાળકોને ભારવગરનું ભણતર આપવા ગ્રીનવેલી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા બાળકોની રુચિ મુજબ શિક્ષણ પદ્ધતિ અપનાવી ખાસ તાલીમબદ્ધ શિક્ષકો દ્વારા કેળવણી કરવામાં આવે છે અને વિશેષત: પ્રત્યેક ૧૫ બાળક દીઠ એક શિક્ષક શાળામાં ઉપલબ્ધ હોય દરેક બાળક ઉપર પુરતું ધ્યાન આપી શકાય છે.

દરમિયાન ગ્રીનવેલી સ્કૂલના ફાઉન્ડર વિનોદ ખાંડીવાર ઉદાહરણ આપતા ઉમેરે છે કે હમણાં હમણાં ઘણા બાળકો માટે સ્લો લર્નર શબ્દ ઉપયોગ કરી આવા બાળકોને અલગ તારવવામાં આવતા હોય છે પરંતુ એવું નથી હોતું અભ્યાસમાં નબળો વિદ્યાર્થી આગળ જતાં પાનની દુકાન શરૂ કરે ત્યારે સેંકડો માણસોના પાનનો ટેસ્ટ તે તેમનો ચહેરો જોતા યાદ કરી લે છે જે બતાવે છે કે તેનું માઈન્ડ કેટલું એક્ટિવ છે. સ્લો લર્નરનો છેદ ઉડાવતા તેઓ કહે છે કે ખરા અર્થમાં બધા જ વિદ્યાર્થીઓ સરખા હોય છે ફક્ત જરૂરત છે તેમને કઈ પદ્ધતિથી શીખવીએ તો તેને યાદ રહી શકે, ગ્રીનવેલી સ્કૂલ તમામ બાળકો માટે સમાન નજરીયો કેળવી વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલી એટલે કે જીવન જીવવામાં ઉપયોગી તથ્યો શીખવે છે અને વસુદૈવ કુટુંબકમની ભાવના સાથે સંસ્કારોનું સિંચન કરે છે.

અંતમાં તેઓ પ્રવર્તમાન શિક્ષણ પધ્ધતિ અંગે ટકોર કરતા કહે છે કે જાપાન જેવા ટચુકડા દેશ વિજ્ઞાન સાહિત્ય સહિતના વિષયોમાં નોબેલ પ્રાઈઝ મેળવી શકે છે જ્યારે આપણા દેશમાં સવાસો કરોડની વસ્તી હોવા છતાં નોબલ મેળવી શકતા નથી, આ સ્થિતિ માટે નિરંતર ચાલતી શિક્ષણ પદ્ધતિમાં ફેરફાર કરી વિદ્યાર્થીને પ્રયોગશીલ શિક્ષણ આપવું જરૂરી હોવાનું ભારપૂર્વક તેઓએ અંતમાં જણાવ્યું હતું.

આ સંજોગોમાં મોરબીના આંગણે બાળકોના સર્વાંગી વિકાસ માટે વિશેષ તક રાહ જોઈ રહી છે ત્યારે પોતાના બાળકના ભવિષ્યને ધ્યાને લઇ એક વખત અચૂકપણે ગ્રીનવેલી સ્કૂલની મુલાકાત લેવી જ જોઈએ

વધુ વિગતો માટે સ્કૂલના સંપર્કની માહિતી.
સ્કૂલ કેમ્પસ : લજાઈ ચોકડી, મોરબી-રાજકોટ હાઇવે, મોરબી.
સીટી ઓફિસ : 143, કોહિનૂર કોમ્પલેક્ષ, રવાપર ચોકડી,મોરબી.
કોન્ટેક્ટ : 9852198511 , 9851098410