મોરબીમાં અગાશી પર ઓર્ગેનિક શાકભાજીના વાવેતરની પહેલ

પર્યાવરણ પ્રેમીએ જુના માટલા
અને નકામી વસ્તુઓમાં વિવિધ શાકભાજી વાવીને દરેકને તાજું શાકભાજી મેળળવા અગાસી પર વાવેતર કરવાનો મેસેજ આપ્યો

મોરબી : સામાન્ય રીતે વાડી કે ખેતરોમાં શાકભાજીનું વાવેતર થાય છે.ત્યારે મોરબીમાં પર્યાવરણ પ્રેમીએ અગાશી પર શકભાજી વાવવાનો સકળ પ્રયોગ કર્યો છે.તેમણે જુના માટલા અને નકામી ચીજ વસ્તુઓમાં શાકભાજી વાવીને સારો એવો ઉતારો મેળવ્યો છે.સાથોસાથ દરેકને તાજું અને ઓર્ગેનિક શાકભાજી ખાવા માટે તેનું અગાશીમાં વાવેતર કરવાનો મેસેજ આપ્યો છે.

મોરબીના પર્યાવરણ પ્રેમી જીતુભાઇ ઠક્કર પર્યાવરણનું કાળજીપૂર્વક જતન કરવાની સાથે હંમેશા લોક ઉપયોગી કર્યો કરવામાં રચ્યા પચ્યા રહે છે.વૃક્ષારોપણની પ્રવૃત્તિ સાથે વર્ષોથી સંકળાયેલા જીતુભાઇને થોડા સમય પહેલા વિચાર આવ્યો કે મકાનની અગાશી ઉપર સારું અને સાત્વિક શાકભાજી વાવી શકાય ખરું? આથી તેમણે પ્રથમ આ દિશામાં પ્રયોગ કર્યો હતો.જેમાં તેમણે નકામી ચીજવસ્તુઓ એકઠી કરીને પોતાની આગાશી પર ગોઠવી હતી.જુના માટલા પ્લાસ્ટિકની કોથળી,ટબ, બોટલ,સહિતની પ્લાસ્ટિકની નકામી વસ્તુઓનો સદુપયોગ કરીને તેમાં ભીડો, લસણ, બીટ, ટમેટા,પાલક વગેરે શાકભાજીનું વાવેતર કર્યું હતું.જેમાં ઓગ્રેનિક શાકભાજીનું વાવેતર થાય તે માટે કાળી માટી,દેશી ગાયનું છાણ મૂત્ર, વર્મી કમ્પોઝ ખાતરનો ઉપયોગ કર્યો હતો.આ રીતે તેમને દિવસો સુધી વાવેલા શાકભાજીનું કાળજી પૂરક જતન કરતા તેમના પ્રયત્નો ફળ્યા હતા અને આ વાવેલા શાકભાજીનો સારો એવો ફાલ ઉતર્યો હતો.તેઓ આ શાકભાજીનો ઘરમાં પણ ઉપયોગમાં લે છે. તેમણે આ અંગે જણાવ્યું હતું કે દરેક લોકોને ઘરે જ તાજું શાકભાજી મેળવવા માટે ખેડૂત હોવું જરૂરી નથી. સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવે તો પોતાની ઘરની અગાશીમાં જ શાકભાજી વાવીને તેનો ઉપયોગ કરી શકાય છે.લોકો જેમ ઘરમાં ફુલઝાડ વાવે છે તેમજ શાકભાજી પણ વાવી શકાય છે. દરેક પ્રકારના શકભાજી વાવી શકાય છે.જો સારું અને ઓગેનિક શાકભાજી આરોગવું હોય તો ઘરે જ શાકભાજીના વાવેતરની પદ્ધતિ અપનાવા લોકોને શીખ આપી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en