મોરબી : વિનય ઇન્ટરનેશનલ સ્કુલ ખાતે ત્રિ-દિવસીય ફન કાર્નિવલનો શુભારંભ

મોરબી : મોરબીની વિનય સ્કુલ માં બાળકોમાં બિઝનેશ અને માર્કેટિંગ સ્કીલ વિકસીત કરવાના તથા બાળકોના સ્ટેજ પરફોર્મન્સ ને ઉજાગર કરવાના હેતુ સાથે તારીખ ૧૧ થી ૧૩ જાન્યુઆરી દરમ્યાન સાંજે ૫ થી ૯ સુધી ભવ્ય ફન કાર્નિવલ “ઉલ્લાસ” નું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં શાળાનાં બાળકો ત્રણ ઝોન જેમાં ખાઓ-ખાઓ, લે-ચલો, અને ખેલો-ખેલો એમ વિવિધ ૩૭ સ્ટોલ અંતર્ગત પોતાની વસ્તુઓનું વેચાણની સાથે સ્ટેજ પર ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજુ કરે છે આમ ખરા અર્થમાં આ ફન ની સાથે લર્ન કાર્નિવલ સાબિત થશે. વિનય ઇન્ટરનેશનલ સ્કુલ તથા ડી.એન.ડી.નાં ભૂલકાઓ અવનવી વેશભૂષાનાં સ્ટેજ પરફોર્મન્સ મોરબીવાસીઓ માટે યાદગાર બની રહેશે તો મોરબીવાસીને આ કાર્નિવલની મુલાકાત લેવા અનુરોધ છે. સેલ્ફી ચાહકો માટે સ્કુલ દ્વારા સુન્દર સેલ્ફી ઝોન બનાવવામાં આવેલ છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en