હળવદના ચરાડવા ગામે વરલી રમતા બે ઝડપાયા

હળવદ : હળવદના ચરાડવા ગામે વરલી રમતા બે શખ્સોને પોલીસે પકડી પાડી રૂ. ૧૧૫૦ની રોકડ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામે તળાવ પાસે વરલી રમતા અને રમાડતા નિલેશ ઉર્ફે મુન્નો વિનુભાઈ મહેતા ઉ.વ. ૩૮ અને પ્રેમજી જીવાભાઈ સોલંકી ઉ.વ. ૪૨ને પોલીસે રૂ. ૧૧૫૦ની રોકડ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en