મોટા રામપર ગામે નારીચાણીયા હનુમાનજીની જગ્યાએ અન્નકૂટ મહોત્સવ ઉજવાયો

મોરબી : હિન્દુ શાસ્ત્રોમાં દિવાળીના બીજા દિવસથી નવા વર્ષનો પ્રારંભ થાય છે હિન્દુ ધર્મનું નવું વર્ષ સ.ઇ.સ ૨૦૭૫ માં મંગલ પ્રવેશ કર્યો છે ત્યારે ગુજરાતભરના જુદા – જુદા મંદિરોમાં અન્નકૂટ દર્શન ભરવામાં આવે છે તેવો જ અન્નકૂટ મહોત્સવ ટંકારાના મોટા રામપર ગામે નારીચાણીયા હનુમાનજી મંદિરે યોજવામાં આવ્યો હતો અને અન્નકૂટ દર્શન રાખવામાં આવ્યા હતા તેવું જગ્યાના મહંત ભરતદાસ બાપુ કુબાવતે જણાવ્યું હતું.