મોરબી આલાપ રોડ ઉપર સોસાયટીમાં ટ્રક ચાલવવા મામલે ધમકી : બે વિરુદ્ધ ફરિયાદ

હલણ મુદ્દે ચાલતા કજીયામાં પટેલ સોસાયટીના બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ

મોરબી : મોરબીના આલાપ રોડ ઉપર ભારે વાહનો ચલાવવા મુદ્દે સોસાયટીનો રસ્તો બંધ કરી દેવના ડખ્ખામાં અહીંથી ટ્રક લઈને પસાર થનાર ડ્રાઇવરને માર મારવા મુદ્દે પટેલ સોસાયટીના બે રહીશ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ આલાપ રોડ ઉપર આવેલ પટેલ નગરમાં હલણ મુદ્દે ચાલતા ડખ્ખામાં ભારે વાહનો ન ચાલે તે માટે લોખંડના ગડર નાખી રસ્તો બન્ધ કરી દેવાયા બાદ અહીંથી ટ્રક પસાર કરવા મુદ્દે પ્રાગજીભાઇ વાલજીભાઇ રાજપરા ઉ.વ.૬૦ ધંધો નીવૃત રહે.મોરબી રવાપર રોડ કેનાલ ચોકડી ખોડીયાર સોસાયટી મોરબીવાળાને (૧) મનસુખ હરજીવન હોથી (૨) રાજ મનસુખ હોથી રહે.મોરબી પટેલ સોસાયટી વાળાએ ગાળો આપી ઢીકાપાટુનો મુંઢ મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.