મોરબી શહેરમાં ભારે વાહનોની પ્રવેશબંધી અંગે કલેક્ટરનું ફરીથી જાહેરનામું

- text


તંત્ર દ્વારા ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટેનો પ્રયાસ : સવારે ૯થી રાત્રે ૯ વાગ્યા સુધી શહેરમાં ભારે વાહનો પર પ્રતિબંધ

મોરબી : મોરબી શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિક સમસ્યા વકરતી રહી છે. ત્યારે આ ટ્રાફિક સમસ્યા હળવી કરવાના ભાગરૂપે જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામુ બહાર પાડીને ભારે વાહનો માટે દિવસ દરમ્યાન પ્રવેશબંધી ફરમાવી છે. જે મુજબ સવારના ૯ થી રાત્રીના ૯ દરમિયાન ભારે વાહનો શહેરમાં પ્રવેશી શકશે નહી. જોકે અગાવથી મોરબી ભારે વાહનોને પ્રવેશ બંધી છે જ ત્યારે કલેક્ટરે ફરીથી આ બાબતે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

- text

ઔદ્યોગિક નગરી ગણાતા મોરબીમાં વાહનોની મોટી સંખ્યામાં અવર જવર સામે રોડની પહોળાઈ ઓછી હોવાના કારણે તેમજ શહેરના મધ્યમાંથી રેલવે ટ્રેક પસાર થતો હોવાથી ફાટક બંધ રહેવાના કારણે ટ્રાફિક સમસ્યા વધતી જઇ રહી છે. આ ટ્રાફિક નગરજનો માટે શિરદર્દ સમાન બની ગયો છે. જેથી મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ માકડીયાએ જાહેરનામું પ્રસિધ્ધ કરીને શહેરના મુખ્યમાર્ગો પર ભારે વાહનોની પ્રવેસબંધી ફરમાવી છે. જેમાં શોભેશ્વર રોડ, નજરબાગ રેલવે સ્ટેશન નજીકના ફાટક વાળો રોડ, ગેંડા સર્કલ, વેજીટેબલ રોડ પર આવેલા સ્મશાનના મુખ્ય ગેઇટ સામેનો રોડ, નવલખી રોડ પર સેન્ટમેરી સ્કૂલ નજીક આવેલ રેલવે ફાટક, અમરેલી રોડ જે વીશિપરા ફાટકથી મોરબી શહેરમાં પ્રવેશે છે, વાવડી રોડ, પંચાસર રોડ, શનાળા રોડ ઉપર જીઆઇડીસીના નાકા પછી, રવાપર ચાર રસ્તા અને જેલ રોડ ઉપર આવેલ ઇલેક્ટ્રિક સ્મશાનના મુખ્ય ગેઇટ સામે રોડ પરથી શહેરમાં સવારે ૯ થી રાત્રીના ૯ દરમિયાન પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

 

- text