વાંકાનેરના ગારીયા ગામે શાળામાં તૂટેલી પાઇપલાઇન ખુદ સરપંચે રીપેર કરી

- text


ગ્રામજનોની સેવા માટે હંમેશા તત્પર રહેતા સરપંચના આ કાર્યની લોકોએ સરાહના કરી

વાંકાનેર : વાંકાનેર તાલુકા ગારીયા ગામની પ્રાથમિક શાળામાં ઘણા મહિનાથી પાણીનીની તૂટી ગયેલ હોય સરપંચ પુષ્પરાજસિંહ વાળા ને જાણ થતા તેઓએ જાતેજ આ લાઈનનું રીપેરીંગ કામ કરીને ઉદાહરણ પુરૂ પાડ્યું છે.

વાંકાનેર તાલુકાના ગારીયા ગામના યુવા સરપંચ પુષ્પરાજસિંહ તેઓની પ્રજાહિતની ભાવના થકી ગ્રામજનોના હદયમાં આગવું સ્થાન ધરાવે છે. તાજેતરમાં તેઓએ લોકસેવાનો પરચો આપતા જાતે પાણીની લાઈન રીપેર કરી હતી. ગારીયા ગામની પ્રાથમિક શાળામાં છેલ્લા ઘણા સમયથી પાણીની લાઈન તૂટી ગયેલ હાલતમાં હતી.

- text

આ વાત યુવા સરપંચના કાને પડી એટલે તેઓએ તુરંત જ ઉપસરપંચ અને સભ્યને સાથે રાખી આ પાણીની પાઇપ લાઇન જાતે રિપેર કરી હતી. ગ્રામજનોની સેવા માટે હંમેશા તત્પર રહેતા સરપંચના આ કાર્યની લોકોએ સરાહના કરી હતી.

- text