હળવદ વિસ્તારની સમસ્યાને વાચા આપવા હળવદ બ્રેકીંગ ન્યૂઝ નો પ્રારંભ

- text


હળવદ મીડિયા હાઉસ ઉદઘાટન પ્રસંગે રાજકીય મહાનુભાવો, અધિકારીઓ અને પત્રકારોની પ્રેરક ઉપસ્થિતિ

હળવદ : હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકોની સમસ્યાને વાચા આપવા આજરોજ સરા રોડ પર “હળવદ મિડિયા હાઉસ” અને “હળવદ બ્રેકિંગ”નો ધમાકેદાર પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં હળવદ નગરીના ઈતિહાસમાં પ્રથમ વખત સોશ્યિલ મિડિયા આવૃત્તિ શરૂ થતાં ગ્રામ્ય પંથક તેમજ નગરજનો આધુનિક સમય સાથે કદમ મિલાવી “હળવદ બ્રેકિંગ” (સોશિયલ આવૃતિ) દ્વારા મોબાઈલમાં ફટાફટ ન્યૂઝ મેળવશે.

હળવદ મીડિયા હાઉસના પ્રારંભે રાજકીય આગેવાનો અને પોલીસ અધિકારીઓ તેમજના સંસ્થાના હોદેદારો ઉપસ્થિત રહી “હળવદ મિડિયા હાઉસ”ના શુભારંભ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી.

આજના ટેકનોલોજીના યુગમાં લોકો સોશિયલ મિડિયા દ્વારા ફટાફટ ન્યૂઝ મેળવતા થયા છે ત્યારે સોશિયલ આવૃતિના માધ્યમથી હળવદ પંથકના છેવાડાના રણ વિસ્તારના ગ્રામજનો સહિત શહેરીજનો દરેક કાર્યક્રમ કે ઘટનાથી વાકેફ થાય તેવા જોમ સાથે નવું નજરાણું પ્રસિદ્ધ થશે. આજરોજ શરૂ થયેલા નવા સોપાન “હળવદ બ્રેકિંગ”ના શુભ અવસરને રાજકીય આગેવાનો તેમજ સંસ્થાના હોદેદારો ખાસ ઉપસ્થિત રહી આ પ્રસંગને ચાર ચાંદ લગાવ્યા હતા.

- text

કાર્યક્રમનું દિપ પ્રાગટય કરી સોશિયલ આવૃત્તિ “હળવદ બ્રેકિંગ” અને “હળવદ મિડિયા હાઉસ”નું દબદબાભેર પ્રારંભ થયો હતો. આ “હળવદ મિડિયા હાઉસ”ના શુભારંભ પ્રસંગે રાજકીય આગેવાનો તેમજ હળવદ પીઆઇ સહિત ઉપસ્થિત રહ્યા હતા.આ તકે નાયબ મામલતદાર ધીરૂભાઈ સોનગ્રા, નગરપાલીકા પ્રમુખ હિનાબેન અજયકુમાર રાવલ, જિલ્લા પંચાયત સદસ્ય હેમાંગ રાવલ, પાલીકા ઉપ પ્રમુખ જયેશભાઈ પટેલ, કોંગ્રેસ મહામંત્રી ચતુરભાઈ ચરમારી, વાસુભાઈ પટેલ, ભીખાભાઈ પટેલ તેમજ રોટરી કલબના રાજેન્દ્રસિંહ રાણા, નરભેરામ અઘારા અને પોલીસ સ્ટાફના મનુભાઈ ડાંગર, અરજણભાઈ ભરવાડ, રામદાન ગઢવી, સોમાભાઈ ભરવાડ, તક્ષશીલા વિદ્યાલયના મહેશભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે પત્રકાર મયુર રાવલ, દિપક જાની, પ્રશાંત જયસ્વાલ, સુરેશ સોનગ્રાએ તેમેજ મોરબી અપડેટની ટીમે હળવદ મિડિયા હાઉસને શુભેચ્છા પાઠવી હતી.

- text