માળીયાની ભીમસર ચોકડી પાસે એસટી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત

માળીયા : માળીયામાં ભીમસર ચોકડી પાસે એસટી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતા ડમ્પર ચાલક નાસી છૂટ્યો હતો. હાલ આ મામલે બસ ચાલકે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ માળીયાની ભીમસર ચોકડી પાસે આજે સાંજના અરસામાં એસટી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ડમ્પર ચાલક પરિસ્થિતિ વણસે તે પહેલાં ડમ્પર લઈને પલાયન થઈ ગયો હતો. બાદમાં એસટી બસ ચાલકે માળીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ધટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.