મોરબી : હળવદ જૂથ અથડામણમાં કડક કાર્યવાહીની ખાતરી બાદ મુર્તકની લાશ સ્વીકારાઈ

- text


મોરબી માલધારી સમાજે ગૃહમંત્રીના રાજીનામાની અને કડક કાર્યવાહીની માંગ સાથે રેલી કાઢી હોસ્પિટલે કલેક્ટરને આવેદન આપ્યું

મોરબી : હળવદમાં ગુરુવારે સાંજે થયેલી જૂથ અથડામણમાં મુતર્યુ પામનાર રાણાભાઇ ભાલુભાઈ ભરવાડની ડેડબોડીને ગત રાત્રે મોરબી સિવિલ હોસ્પિટલ ખાળે પીએમ માટે લાવવામાં આવી હતી. જ્યાં બે એસપી સહિતના પોલીસ કાફલાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. અને રાત્રે 1.30 વાગ્યે મુર્તકનું પીએમ થઇ ગયું હતું. જયારે પીએમ બાદ મૃતકના પરિવારજનો અને માલધારી સમાજના આગેવાનોએ લાશ સ્વીકરવાનો ઇન્કાર કરી પ્રથમ હુમલાખોરો સામે કડક કાર્યવાહીની માંગણી કરી હતી. જેના પગલે પોલીસ અને વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. જયારે બીજી બાજુ આ મુદ્દે અને હળવદની ઘટનાના પ્રત્યાઘાતરૂપે મોરબી ભરવાડ સમાજની મચ્છુ મા મંદિરે એક મીટીંગ સવારે 10 વાગ્યે યોજાઈ હતી. જ્યાંથી મિટિંગ બાદ 1.30 કલાકે ૨૦૦ જેટલા માલધારી સમાજનાં અગ્રણી લોકોએ રેલી કાઢી સિવિલ હોસ્પિટલએ આવીને મોરબી જિલ્લા અધિક કલેકટર અને ડીએસપી સહિત અધિકારીઓને આવેદન આપી જણાવ્યું હતું કે, ૧૩ જુલાઈની સાંજે ૩થી ૪ વાગ્યા વચ્ચે હળવદ મુકામે સમાજનાં ગોપાલધામ મંદિરે વિદ્યાર્થીઓનાં સન્માન સમારોહ યોજવાની તૈયારીનાં ભાગરૂપે મીટીંગ યોજવામાં આવી હતી ત્યારે ભરવાડ સમાજનાં માણસો ઉપર હિંસક હુમલો અને તિક્ષ્ણ હથિયારો અને ફાયરીંગમાં હુમલાથી સમાજનાં આગેવાનનું મૃત્યુ થયું હતું જે મામલે પ્રમાણિક અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. અમારા સમાજનાં લોકો સ્થળ પર હતા ત્યારે એક ટોળું ત્યાં આવી અમારા સમાજનાં લોકો પર હુમલો અને ફાયરીંગ કર્યું હતું. આ હુમલો પૂર્વ આયોજીત હતો તેમજ તેમાં પોલીસ પણ સામેલ હોય તેઓને પણ આરોપી તરીકે સહગુન્હામાં દાખલ કરવા જોઈએ. તેમજ મુખ્યમંત્રીશ્રીએ અસરગ્રસ્તો તથા આ વિસ્તારની મુલાકાત લઈ દોષીઓને સજા અપાવવી જોઈએ. તેમજ આ બનાવમાં પોલીસે ઢીલી નીતિ અપનાવી હોવાથી સમગ્ર મામલાની તપાસ સીબીઆઈને સોંપાવી જોઈએ. આ ઘટના અન્વયે ગૃહમંત્રીએ રાજીનામું આપવું જોઈએ. આ સિવાય મૃતક અને ઘાયલ લોકોને સરકાર આર્થિક સહાય આપે તેવી માંગણી માલધારી સમાજ દ્વારા કરવામાં આવી હતી.
માલધારી સમાજનું આવેદન સ્વીકારી કલેકટર અને પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરી આરોપીઓને સજા કરવાની ખાત્રી આપવામાં આવી હતી અને માલધારી સમાજના આગેવાનોને લાશ સ્વીકારવા સમજાવ્યા હતા. અને અંતે માલધારી સમાજના લોકોએ બપોરે 2.30 કાલે મૃતકની લાશ સ્વીકારી હતી. બીજી તરફ જૂથ અથડામણમાં ભરવાડ મૃતકની લાશને હવે પીએમ કર્યા બાદ તેમના ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે લઈ જવામાં આવી હતી.

 

 

 

 

- text