મોરબી : ટ્રકની હડફેટે ટ્રેકટર ચાલકનું મોત

મોરબી તાલુકાના નાગડાવાસ ગામે રહેતા નારણભાઇ જશાભાઈ આહિર જીજે ૧૩બી ૩૧૫૪ નંબરના ટે્રકટરમાં નાગડાવાસના પાટીયે, ભાગ્યોદય હોટેલ પાસે પેટ્રોલપંપમાંથી ડીઝલ પુરાવીને પરત ફરતા હતા ત્યારે પાછળથી પુરપાટે આવતા ટ્રક ન. આરજે ૫૨ જીજે ૫૩૯૪ના ચાલકે પાછળથી ટ્રેકટરને હડફેટ લેતા નારણભાઇ આહિરને ગંભીર ઇજા થવાથી તેમનું ઘટના સ્થળે મૃત્યુ નીપજયું હતું. આ બનાવ સંદર્ભે મૃતકના સગા હસમુખભાઇ આહિરે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધતા પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.