અમેરિકાથી મત દેવા મોરબી આવ્યા : પ્રશાંતભાઈએ મોરબીની વીસી હાઇસ્કુલમાં કર્યું મતદાન

- text


અમેરિકામાં સતત વ્યસ્તતા ભરી નોકરી વચ્ચે ખાસ મતદાન કરવા માટે એક અઠવાડિયાની રજા લીધી

 

 

મોરબી : મતદાન મથક વોકિંગ ડિસ્ટન્સમાં હોવા છતા પણ મતદાન ન કરનારા લોકો માટે મૂળ મોરબીના અને હાલ અમેરિકામાં રહેતા પ્રશાંતભાઈએ પ્રેરણારૂપ દાખલો પૂરો પાડ્યો છે. તેઓ નોકરીમાં રજા મૂકીને લોકશાહીનું પર્વ ઉજવવા ખાસ પોતાના વતન મોરબી આવીને મતદાન કર્યું હતું.

મૂળ મોરબીના પ્રશાંતભાઈ ચંદારાણા છેલ્લા 22 વર્ષથી અમેરિકાના ટેક્સાસ સ્ટેટમાં આવેલ હ્યુસ્ટન ખાતે રહે છે. તેઓ હાલ પેટ્રોલિયમ એનેલાઈઝર કંપનીમાં જોબ કરે છે. વ્યસ્તતા ભરી નોકરી વચ્ચે પણ તેઓ ખાસ એક અઠવાડિયાની રજા મૂકી મતદાન કરવા માટે પોતાના વતન મોરબી આવ્યા છે. અને આજે વીસી હાઇસ્કુલ ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પોતાનો મત આપ્યો હતો.

- text

પ્રશાંતભાઈ ચંદારાણાએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યુ છે કે આપણને નાનપણથી એવું શીખવવામાં આવ્યું છે કે મતદાન એ આપણો અધિકાર છે. પણ મતદાન આપણો અધિકાર નહિ ફરજ છે. આપણો દેશ લોકશાહીમાં જીવી રહ્યો છે જે ખૂબ મોટી વાત છે. લોકશાહીમાં એક વોટની કિંમત અમૂલ્ય છે. તો ચૂંટણીમાં વોટ આપવાનું ક્યારેય ચૂકવું ન જોઈએ. અંતમાં તેઓએ તમામ મોરબીવાસીઓને અવશ્યપણે મતદાન કરવાની અપીલ કરી છે.

- text