મોરબીના સહકારથી સૌથી વધુ લીડ લાવવાનો વિનોદ ચાવડાનો હુંકાર

- text


મોરબી- માળિયા વિધાનસભા વિસ્તારના ભાજપના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે કચ્છના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ સભા સંબોધી

મોરબી : મોરબી- માળિયા વિધાનસભા વિસ્તારના ભાજપના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે કચ્છના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ સભા સંબોધી હતી.જેમાં તેઓએ મોરબીના સહકારથી સૌથી વધુ લીડ લાવવાનો હુંકાર પણ કર્યો હતો.

મોરબી- માળીયા કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે મોરબીમાં જીઆઇડીસી નાકા પાસે કચ્છના ભાજપમાં ઉમેદવાર વિનોદ ચાવડાની જાહેર સભા યોજાઈ હતી. જેમાં તેઓનું બેન્ડ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સભામાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે કાર્યક્રમો તો થવાના છે એટલે મહેરબાની કરીને અમારો કાર્યક્રમ ડોળવા ન આવો એવી મારી નમ્ર વિનંતી છે. સાકરની જેમ ભળી ટેકો આપો એવી વિનંતી. રૂપાલા, વિનોદભાઈ, ચંદુભાઈ અને પૂનમબેન ચારેયને આપડે જીતાડી એવા પ્રયત્ન કરીએ.

સાંસદ કેસરિદેવસિંહે કહ્યું કે એક ટાર્ગેટ તો થઇ ગયો હવે 25 જ બેઠક બાકી છે, આપણે ચારે ચાર સીટ પર 5,00,000 ની લીડ અપાવી મોદીના હાથ મજબૂત કરીએ. મોહનભાઈ કુંડારીયાએ જણાવ્યું કે આપણા જિલ્લાના ચાર કમળ મોદીના ચરણમાં અર્પણ કરીએ. જો મોદી દિલ્લી બેઠા બેઠા ગામડા માટે પ્રયત્ન કરતા હોય તો આપણે પણ 100% મતદાનની જવાબદારી લઈએ..

વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું કે 2014 અને 2019ની જેમ આ વખતે પણ સૌથી વધુ લીડ આપણે લાવીશું. જો મોરબીમાં 2,24,000 (75%) મત પડે તો આપણે પેલા નંબરની લીડ સાથે મોરબી રહેશે. એવુ આ વખતે મને લાગે છે. આખા દિવસની રજા રાખી આ પર્વની ઉજવણી કરીએ. 7,40,000 કિલોમીટરનો પ્રવાસ આપના સાંસદ એ છેલ્લા 10 વર્ષ દરમ્યાન કર્યો છે.

આ વેળાએ જયંતિભાઈ કવાડિયા , મગનભાઈ, હંસાબેન પારઘી, લાખાભાઈ જારીયા, જેઠાભાઇ, નરેન્દ્રસિંહ ઝાલા, પ્રદીપભાઈ વાળા, રણછોડભાઈ દલવાડી , ઉપેન્દ્રભાઈ સહિતના સંગઠનના હોદેદારો અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.

- text

 

- text