મોરબીમાં ભાજપના કાર્યક્રમમાં કોંગ્રેસ બાદ ક્ષત્રીય યુવાનોએ પણ કર્યા સૂત્રોચ્ચાર

- text


સભા સ્થળે પાંચેક જેટલા યુવાનોએ વિરોધ નોંધાવતા પોલીસ દ્વારા અટકાયત કરાઈ

મોરબી : મોરબીમાં ભાજપને આજે કાર્યક્રમ વેળાએ બે-બે વિરોધનો સામનો કરવો પડ્યો છે. એક તો કોંગ્રેસે સભા પૂર્વે કાળા વાવટા ફરકાવ્યા હતા. તો સભા સ્થળે ક્ષત્રિય સમાજના યુવાનોએ સૂત્રોચ્ચાર કરતા પોલીસે તેઓની અટકાયત કરી હતી.

મળતી વિગતો અનુસાર આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને હાલ ભાજપમાં જોડાયેલા ભુપત ભાયાણીએ રાહુલ ગાંધી પર વિવાદિત ટિપ્પણી કરતા કોંગ્રેસમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે મોરબી આવેલા ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા સામે જીઆઇડીસીના નાકે કોંગ્રેસના કાર્યકરોએ કાળા વાવટા ફરકાવી વિરોધ કરતા તમામની અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ સભા સ્થળે ક્ષત્રિય સમાજના પાંચેક યુવાનોએ સૂત્રોચ્ચાર પોકાર્યા હતા. જેને પગલે પોલીસે તેઓની તુરંત અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે

- text

- text