રુપાલા બાદ ભાયાણી વિવાદ ! મોરબી કોંગ્રેસ આજે સાંજે વિરોધ કરશે

- text


મોરબી : ભાજપના નેતા રુપાલાનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં જ વિસાવદર ભાજપના નેતા ભુપત ભાયાણીએ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી વિશે કરેલી વિવાદાસ્પદ ટીપ્પણીને લઈને કોંગ્રેસમાં રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈને આજે સાંજે મોરબી કોંગ્રેસ દ્વારા સાંસદના આગમન સમયે કાળા વાવટા ફરકાવી વિરોધ કરવામાં આવશે તેમ જાહેર કરાયું છે.

- text

ભાજપના નેતા ભુપત ભાયાણીએ રાહુલ ગાંધી વિષે કરેલી ટિપ્પણીથી વિવાદ ગરમાયો છે ત્યારે મોરબી – કચ્છના ઉમેદવાર વિનોદ ચાવડા આજે સાંજે 6-30 કલાકે મોરબી જીઆઈડીસીના નાકે ભાજપ કાર્યાલય ખાતે આવતા હોય કોંગ્રેસ પક્ષ દ્વારા કાળા વાવટા ફરકાવી સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવવામાં આવશે તેમ પુષ્પરાજસિંહ જાડેજા (પ્રમુખ, મોરબી શહેર કોંગ્રેસ સમિતિ), અલ્પેશભાઈ કોઠીયા (પ્રમુખ, મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ), દેવેન્દ્રસિંહ જાડેજા (પ્રવક્તા, ગુજરાત કોંગ્રેસ), સંદિપભાઈ કાલરીયા (પ્રમુખ, મોરબી વિધાનસભા યુવા કોંગ્રેસ) દ્વારા જણાવાયું છે.

- text