23 એપ્રિલનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

- text


મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 23 એપ્રિલ, 2024 છે. આજે વિશ્વ પૃથ્વી દિવસ છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ ચૈત્ર, પક્ષ વદ, તિથિ પૂનમ, વાર મંગળ છે. આજે હનુમાન જયંતિ છે. ત્યારે આપણે ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે જાણીએ.

મહત્વપૂર્ણ ઘટનાઓ

1597 – વિલિયમ શેક્સપિયરનું નાટક The Merry Wives of Windsor (વિન્ડસરની ખુશમિજાજ પત્નિઓ) પ્રથમ વખત ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથ (પહેલી)ની હાજરીમાં ભજવવામાં આવ્યું.
1635 – અમેરિકાની પ્રથમ સરકારી શાળાની સ્થાપના.
1660 – સ્વીડન અને પોલેન્ડ વચ્ચે ઓલિવા સંધિ.

1914 – શિકાગોમાં રીગલી ફિલ્ડ (તત્કાલીન વીઘમાન પાર્ક) ખાતે બેઝબોલની પ્રથમ રમત રમાઈ.
1929 – ચંદુલાલ શાહ અને ગોહર દ્વારા મુંબઇમાં રણજીત ફિલ્મ કંપનીની સ્થાપના.
1930 – પેશાવરમાં (હાલ પાકિસ્તાનમાં) રમખાણો ફાટી નિકળ્યા, જેમાં એક બ્રિટિશર સહિત ૨૦ વ્યક્તિઓનાં મોત.
1935 – પોલેન્ડમાં બંધારણને માન્ય કરવામાં આવ્યું.
1949 – ચાઇનીઝ ગૃહયુદ્ધ: પીપલ્સ લિબરેશન આર્મી નેવીની સ્થાપના.

1971 – બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ: પાકિસ્તાન આર્મી અને રઝાકર (પાકિસ્તાન આર્મી દ્વારા આયોજિત પૂર્વ પાકિસ્તાની અર્ધલશ્કરી દળ) દ્વારા પૂર્વ પાકિસ્તાન (હવે બાંગ્લાદેશ)ના જાથિભંગા વિસ્તારમાં આશરે ૩,૦૦૦ હિન્દુ શરણાર્થીઓનો હત્યાકાંડ.
1985 – કોકા-કોલાએ તેની ફોર્મ્યુલા બદલીને નવી કોક બજારમાં મૂકી. મોટાપાયે નકારાત્મક પ્રતિસાદને પરિણામે ત્રણ મહિનાથી પણ ઓછા સમયમાં મૂળ ફોર્મ્યુલા બજારમાં પાછી મૂકાઈ.
1987 – સર્વોચ્ચ અદાલતનાં ચુકાદામાં હિંદુ વિધવાને સંપત્તિનો પુરેપુરો હક્ક આપવામાં આવ્યો. (હિંદુ વારસા ધારો ૧૯૫૭)
1990 – નામીબિયા સંયુક્ત રાષ્ટ્ર સંઘનું 160નું સભ્ય બન્યુ.
1993 – શ્રીલંકન રાજકારણી લલિત અથુલાથમુદાલીની પશ્ચિમી પ્રાંત માટેની પ્રાંતીય પરિષદની ચૂંટણીના લગભગ ચાર અઠવાડિયા પહેલા એક સભાને સંબોધતા હત્યા કરવામાં આવી.
1995 – વિશ્વ પુસ્તક અને કેપિરાઇટ દિવસ ઉજવવાની શરૂઆત થઇ.
1996 – ચેચેનિયાના અલગતાવાદી નેતા દુદાયેવનું હવાઈ હુમલામાં મૃત્યુ થયું.
1999 – નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO) ની સ્થાપનાને 50 વર્ષ પૂરા થવા પર વોશિંગ્ટનમાં ત્રણ દિવસીય સમિટની શરૂઆત.
1999 – નાટો એ યુગોસ્લાવિયાના ફેડરલ રિપબ્લિક સામેના હવાઈ અભિયાનના ભાગરૂપે સર્બિયાના રેડિયો ટેલિવિઝનના મુખ્યમથક પર બોમ્બ મારો કર્યો.

- text

2002 – બેઇજિંગમાં ભારત અને ચીન વચ્ચે સરહદ પારના આતંકવાદ અંગે મંત્રણા.
2003 – કુર્દ અને અરબ વિવાદોના સમાધાન માટે કમિશનની રચના કરવાનો નિર્ણય.
2005 – “મી એટ ધ ઝૂ” નામનો પહેલો યુટ્યુબ વીડિયો સહ-સ્થાપક જાવેદ કરીમે પ્રકાશિત કર્યો.
2007 – રશિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બોરિસ નિકોલાયેવિચ એલ્ટ્સિનનું અવસાન થયું.
2008 – અમેરિકન કોંગ્રેસે મ્યાનમારની લોકશાહી સમર્થક નેતા આંગ સાંગ સૂ કીને સર્વોચ્ચ નાગરિક સન્માન યુએસ કોંગ્રેસનલ ગોલ્ડ મેડલ આપવાની જાહેરાત કરી છે.

પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ

1858 – પંડિતા રમાબાઈ – પ્રખ્યાત ભારતીય વિદ્વાન મહિલા અને સમાજ સુધારક.
1873 – વિઠ્ઠલ રામજી શિંદે – મહારાષ્ટ્રના પ્રખ્યાત અને મોટા સમાજ સુધારકોમાંના એક હતા.
1889 – જી.પી. શ્રીવાસ્તવ – હિન્દી સાહિત્યકાર હતા.
1893 – જ્ઞાનેન્દ્રનાથ મુખર્જી – ભારતના પ્રખ્યાત વૈજ્ઞાનિક હતા.

1913 – ધનંજય કીર – બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરનું જીવનચરિત્ર લખનાર સાહિત્યકાર હતા.
1915 – જગન્નાથ કૌશલ – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી હતા.
1935 – કક્કનદન – એક ભારતીય લેખક, નવલકથાકાર અને વાર્તાકાર હતા.
1927 – અન્નપૂર્ણા દેવી – સુરબહાર વાદ્ય વગાડનાર એકમાત્ર મહિલા ઉસ્તાદ હતા.
1927 – વિલ્ફ્રેડ ડિસોઝા – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી, ગોવાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન.
1954 – રાજેન્દ્ર આર્લેકર – હિમાચલ પ્રદેશના રાજ્યપાલ હતા.

પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ

1857 – બાબુ કુંવર સિંહ – ભારતીય સ્વતંત્રતાના પ્રથમ યુદ્ધના સૈનિક.
1926 – માધવરાવ સપ્રે – રાષ્ટ્રભાષા હિન્દીના પ્રચારક, પ્રખર ચિંતક, સ્વાતંત્ર્ય સેનાની અને સાર્વજનિક કામગીરી માટે સમર્પિત કાર્યકર.
1973 – ધીરેન્દ્ર વર્મા – હિન્દી અને બ્રજભાષાના પ્રખ્યાત કવિ અને લેખક.
1992 – સત્યજીત રાય – ડિરેક્ટર, પટકથા લેખક.
2013 – શમશાદ બેગમ – હિન્દી ફિલ્મોની પ્રખ્યાત પ્લેબેક સિંગર.
2020 – ઉષા ગાંગુલી – પ્રખ્યાત ભારતીય થિયેટર અભિનેત્રી અને ડિરેક્ટર હતા.

(અહીં આપેલી વિગતોનું સંકલન ઇન્ટરનેટ પરથી પ્રાપ્ત વિગતો અનુસાર કરેલું છે.)

- text