માળિયાની રત્નમણિ પ્રા. શાળાના 2 છાત્રોની DLSS સ્પર્ધામાં પસંદગી

- text


મોરબી : ગ્રીનવેલી ખાતે યોજાયેલ District Lavel Sports School Battery Test ( DLSS)માં માળિયા તાલુકાના મોટીબરાર ગામની રત્નમણિ પ્રાથમિક શાળાના 2 વિદ્યાર્થીઓ ડાંગર કરણ કિશોરભાઈ અને ડાંગર મંથન સુરેશભાઈની પસંદગી થઈ છે. જિલ્લા કક્ષાએ ટેસ્ટ પાસ કરનાર આ બંને વિધાર્થીઓ હવે ફાઈનલ રાઉન્ડ માટે રાજ્ય કક્ષાએ ટેસ્ટ આપવા માટે જશે. આ તકે આ બંને વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય અનિલભાઈ બદ્રકિયા અને શાળા પરિવારે શુભેચ્છાઓ પાઠવી હતી.

- text